શું ચીનના કારણે સોનુ થઈ રહ્યું છે મોંઘુ? કેમ આવી રહ્યો છે ભાવમાં આટલો ઉછાળો, જાણો અસલી કારણ

શું ચીનના કારણે સોનુ થઈ રહ્યું છે મોંઘુ? કેમ આવી રહ્યો છે ભાવમાં આટલો ઉછાળો, જાણો અસલી કારણ
શું ચીનના કારણે સોનુ થઈ રહ્યું છે મોંઘુ? કેમ આવી રહ્યો છે ભાવમાં આટલો ઉછાળો, જાણો અસલી કારણ

વિદેશી બજારમાં પણ સોનું રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે સોનાના ભાવમાં આટલા ઉછાળો કેમ આવી રહ્યો છે? આનું એક કારણ એ છે ચીન છે જાણો અહીં

સોનાના ભાવે તો માજા મુકી છે. સોનું અને ચાંદી રોજ નાવા નવા રેકોર્ડ સ્તર વટાવી રહ્યું છે. બુધવારે સતત ત્રીજા સત્રમાં સોનું નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતુ. તેજીના આ સમયગાળા વચ્ચે સોનાની કિંમત પહેલીવાર 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.મંગળવારે આ રેકોર્ડ 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. એ જ રીતે ચાંદીનો ભાવ રૂ. 200 વધીને રૂ. 84,700 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

વિદેશી બજારમાં પણ સોનું રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે સોનાના ભાવમાં આટલા ઉછાળો કેમ આવી રહ્યો છે? આનું એક કારણ એ છે ચીન ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો તેમના રિઝર્વમાં સોનાનો સ્ટોક વધારી રહી છે. તેમાં આરબીઆઈ અને સેન્ટ્રલ બેંક ઓફ ચાઈના પણ સામેલ છે. ચીન ભારતમાંથી મોટી માત્રામાં સોનાની ખરીદી કરી રહી છે. તમને જણાવી દઈએ કે ચીનની સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરીમાં 12 ટન સોનું ખરીદ્યું હતું અને માર્ચમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. પીપલ્સ બેંક ઓફ ચાઈના સતત 17 મહિનાથી સોનાની ખરીદી કરી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની કિંમતમાં રેકોર્ડ વધારો થવા પાછળ આ એક મોટું કારણ છે.