વ્હાઈટ હાઉસમાં પ્રથમ વખત ભારતીયોનો દબદબો, બિડેને ૨૦ લોકોને કર્યા નૉમિનેટ

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડન ૨૦ જાન્યુઆરીના રીપ શપથ લેશે. બાઈડન પ્રશાસનમાં મહત્વના પદો પર ૧૩ મહિલાઓ સહીત ઓછામાં ઓછા ૨૦ ભારતીય-અમેરિકીઓના નામ છે. જેમાંથી ઓછામાં ઓછા ૧૭ લોકો વાઇટહાઉસમાં મહત્વના પદો પર છે. અમેરિકાની કુલ આબાદીના ૧% ભારતીય-અમેરિકી છે અને આ નાના સમુદાયથી કોઈને પણ પહેલી વખત વધુ સંખ્યામાં લોકોને નિયુક્ત કરવામાં આવશે. બાઈડન સાથે ૨૦ જાન્યુઆરીએ કમલા હેરિસ પણ શપથ ગ્રહણ કરશે. જે પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે. હેરિસ અમેરિકામાં ભારતીય મૂળની રાષ્ટ્રપતિ હશે. તેઓ કાર્યભાર સાંભળવા વાળી પહેલી મહિલા આફ્રિકી-અમેરિકી પણ હશે. આ પહેલી વખત છે કે જયારે શપથ ગ્રહણ સમારોહ પહેલા કોઈ રાષ્ટ્રપતિ પ્રશાસનમાં આટલી વધુ સંખ્યામાં ભારતીય અમેરિકીઓને નામિત કરવામાં આવ્યા છે.

હજુ પણ પ્રશાસનમાં ઘણા પદૃ ખાલી છે. આ સૂચીમાં સૌથી ઉપર નીર ટંડન અને ડો. વિવેક મૂર્તિ છે. વાઈટ હાઉસમાં પ્રબંધક અને બજેટ નિવેશક તરીકે ટંડન અને અમેરિકી સર્જન તરીકે ડો.વિવેકને નામિત કરવામાં આવ્યા છે. વનિતા ગુપ્તાને વિધિ મંત્રાલયની એટોર્ની જનરલ બનાવવાં આવી છે. શનિવારે વિદેશ સેવાની પૂર્વ અધિકારી ઉજરા જેયાને અસૈન્ય સુરક્ષા, લોકતંત અને માનવાધિકાર માટે અવર વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. માલા અડીગાને ભાવિ પ્રથમ મહિલા ડો.જિન બાઈડન ની નીતિ નિર્દેશક અને ગરિમા વર્માને પ્રથમ મહિલાના કાર્યાલયમાં ડિજિટલ નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જયારે સબરીના સિંહને પોતાની ઉપ પ્રેસ મંત્રી નિયુક્ત કરવામાં આવી છે. વાઈટ હાઉસમાં પહેલી વખત એવા બે ભારતીય-અમેરિકીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે મૂળ રૂપથી કાશ્મીર સાથે સંબંધ રાખે છે.

એમાં આયશા શાહને વાઈટ હાઉસ કાર્યાલયની ડિજિટલ રણનીતિની ‘પાર્ટનરશિપ મેનેજર અને ફાઝલી વાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રીય આર્થિક પરિષદની ઉપ નિર્દેશક નિયુક્ત કરવામાં આવી છે. વાઈટ હાઉસ રાષ્ટ્રીય આર્થિક પરિષદૃમાં એક અન્ય ભારતીય અમેરિકી ભારત રામમૂર્તિને ઉપનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌતમ રાઘવનને વાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ કાર્મિક કાર્યાલયમાં ઉપ નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યું છે. વિનય રેડ્ડીને બાઈડનના ભાષણ નિર્દેશક નામિત કરવામાં આવ્યા છે. વેદાંત પટેલ રાષ્ટ્રપતિના સહાયક પ્રેસમંત્રી તરીકે જવાબદૃારી સંભાળશે. ત્રણ ભારતીય અમેરિકીને વાઈટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં નામિત કરવામાં આવ્યા છે. તરુણ છાબડાને પ્રાયોગિક તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના વરિષ્ઠ નિર્દેશક, સુમોના ગુહાને દક્ષિણ એશિયા માટે વરિષ્ઠ નિર્દેશક અને શાંતિ ક્લાથીલને લોકતંત્ર તેમજ માનવાધિકાર સમન્વય નિયુક્ત કરવામાં આવ્યા છે.