જામનગરની પરિણીતાને ત્રાસ

જામનગરની પરિણીતાને ત્રાસ
જામનગરની પરિણીતાને ત્રાસ

મહિલા પોલીસ સ્‍ટેશનમાં સોફીયાબેન આદીલભાઈ યુસુફભાઈ હમીરકા, તે ડો/ઓ. સલીમભાઈ સીદીકભાઈ માડકીયા, ઉ.વ.ર૩, રે. મચ્‍છીપીઠ, વારીયા મસ્‍જિદ પાસે, ઘાંચીવાડ, ઢોકડા કાડો, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦ર૩ થી આજદિન સુધી આરોપીઓ પતિ- આદીલભાઈ યુસુફભાઈ હમીરકા, સસરા- યુસુફભાઈ હમીરકા, સાસુ- રૂકીયા યુસુફભાઈ હમીરકા, રે.બધાઃ ખોજા ગેઈટ, ખોજા ઘરમ શાળા પાસે તવા રેસ્‍ટોરેન્‍ટવાળી ગલીમાં મકકી મસ્‍જિદની બાજુમાંએ ફરીયાદી સોફીયાબેનને લગ્ન જીવન દરમ્‍યાન નાની નાની વાતોમાં તેણીનો વાંક કાઢી મેણાટોણા બોલી ફરીયાદી સોફીયાબેનને તેના માવતરેથી પૈસા લઈ આવવા માંગણી કરી અવાર નવાર  ઝઘડો કરી ગાળો બોલી, મારકુટ કરી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

હાપા ગામે બોટલ સાથે ઝડપાયો

પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કમલેશભાઈ અમુભાઈ ખીમાણીયાએ ફરીયાદ નોંધાવી છે કે, હાપા ગામે ચાંદની ચોક પાસે આરોપી ઈરફાન ઈકબાલ રફાઈ એ બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- ની પોતાના કબ્‍જામાં રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

ઠેબા ચોકડી પાસે ૩ બોટલ સાથે ઝડપાયો

પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, ઠેબા ચોકડી પાસે આરોપી રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા એ દારૂની બોટલ નંગ-૩, તથા ચપલા નંગ-૧ર, કુલ કિંમત રૂ.ર૭૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

બેડ ગામે દુકાનમાં હાથફેરો

સિકકા પોલીસ સ્‍ટેશનમાં આરીફભાઈ ઈસુફભાઈ છત્રા, ઉ.વ.૩૮, રે. બેડ ગામ, જુમા મસ્‍જીદની બાજુમાં, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડ ગામના પાટીયા પાસે પોતાની ભાડાની દુકાન દુકાનની બારી તુટી ગયેલ હોય જે કોઈ અજાણ્‍યા ચોર ઈસમ દુકાનની બારી તોડી દુકાનમાં ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા સાડા નવ હજાર ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બેડ ટોલનાકે બીયરના ૩ ટીન સાથે ઝડપાયો

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહેશભાઈ નાનજીભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડ ટોલ નાકે આરોપી ગોવિંદભાઈ રામાભાઈ ચંદ્રરાવાડીયા એ પોતાના કબ્‍જાની ફોરવ્‍હીલ અમેજ ગાડી જેના નં. જીજે.-૧૦-ડી ઈ-૦૦૪પ જેની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/- માં બીયરના ટીન નંગ-૩, કિંમત રૂ.૧૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલ ગામે રોકડ ઉઠાવી જતો તસ્‍કર

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં સંદિપભાઈ ભીમજીભાઈ કાનાણી, ઉ.વ.૩૬, રે. ખારવા રોડ, ઉમીયા સોસાયટી, પી.ડબલ્‍યુ ડી ની ઓફીસ પાસે ધ્રોલવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી સંદિપભાઈના રહેણાક મકાનના નીચેના રૂમમાં ડે્રસીંગ ટેબલ ઉપર એક કાળા કલરના પર્સના કારખાનાના હિસાબના રાખેલ રોકડા રૂપિયા ૪પ,૦૦૦/- ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયપાલસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર શેરાની હોટલ પાસે જાહેરમાં આરોપી વિજયસિંહ નટુભા રાઠોડ એ  દારૂની બોટલ નંગ-૧, કિમંત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

મોબાઈલ ચોરી થયાની રાવ

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કેયુરભાઈ હિમતભાઈ નસીત, ઉ.વ.૩ર, રે. એ /૩૦૩ શાકાર એપાર્ટમેન્‍ટ, પટેલ કોલોની શેરી નં.૧૦, રોડ નં.૧ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, લાખોટા તળાવ અંદર ગેઈટ નં.૪ પાસે આવેલ ફુડ કોર્ટ પાસે અમુલ પાર્લર સામે આવેલ પાળી પાસે મોબાઈલ જેની આશરે કિંમત રૂ.૬પ,૦૦૦/- વાળો ફોન કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સટ્ટો રમતો ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મહાવીર પાર્ક ભુમી પાન પાસે આરોપી કૃષ્‍ણદીપસિંહ રાજપાલસિંહ જાડેજા એ મેચની હારજીતના સોદાઓ પાડી જુગાર રમતા મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ગુલાબનગરમાં ર૦ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયદીપસિંહ અમરસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર, પાણીના ટાકા પાસે આરોપી વિરાજ બુઘ્‍ધભાઈ સુરડીયા એ  બોટલ નંગ-ર૦, કિંમત રૂ.૧૦,૦૦૦/- નો રાખી ઝડપાઈ ગયેલ છે.તથા દારૂ પુરો પાડનાર આરોપી જયેશ પટેલ ફરાર થઈ ગયેલ છે.

દરેડ ગામે બોટલ સાથે ઝડપાયો

પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મેહુલભાઈ કાંતીભાઈ વીસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ ગામે બસ સ્‍ટેશન પાસે આરોપી દેવશીંગ ખેમશીંગ ખરવડ એ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- ની પોતાના કબ્‍જામાં રાખી ઝડપાઈ ગયેલ છે.