મોરબીમાં એસ.ટી. બસમાં કાચ ફોડનાર જુસબને કાયદાનું ભાન કરાવતી પોલીસ

મોરબીમાં એસ.ટી. બસમાં કાચ ફોડનાર જુસબને કાયદાનું ભાન કરાવતી પોલીસ
મોરબીમાં એસ.ટી. બસમાં કાચ ફોડનાર જુસબને કાયદાનું ભાન કરાવતી પોલીસ

મોરબીના સ્‍ટેશન રોડ પર એક આવારા શખ્‍સે એસટી બસ સહિતના વાહનના કાચ તોડીને આતંક મચાવ્‍યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થતા પોલીસે આ શખ્‍સને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્‍યું છે.

મોરબીના સ્‍ટેશન રોડ પર પાંચેક દિવસ પૂર્વે ત્‍યાંથી પસાર થઈ રહેલી એસટી બસ અને કારના કાચ તોડ્‍યા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં આ યુવકના હાથમાં લાકડી છે અને રોડ પરથી પસાર થઈ રહેલી એસટી બસના બારીના કાચ પર તે લાકડી ફટકારી કાચ તોડી રહ્યો છે. એ ડિવિઝન પોલીસે આ શખ્‍સને પકડી પાડ્‍યો છે. જેનું નામ જુસબ હાસમભાઈ શાહમદાર ઉ.વ.૨૦ રહે વિશિપરા ધક્કાવાળી મેલડીમાંના મંદિરની પાસે, મોરબીવાળો છે. પોલીસે આ શખ્‍સને કાયદાનું ભાન કરાવ્‍યું હતું. વધુ તપાસ હેડ કોન્‍સ. ડી.એ.વાઘડીયા ચલાવી રહ્યા છે.