હવે તક મળતી થઇ છેઃ સંજય કપૂર

હવે તક મળતી થઇ છેઃ સંજય કપૂર
હવે તક મળતી થઇ છેઃ સંજય કપૂર

સંજય કપૂર બોલીવૂડમાં છવ્વીસ વર્ષથી સક્રિય છે. તેની પ્રારંભીક ફિલ્મોમાં તેણે પ્રેમ, રાજા, કર્તવ્ય, બેકાબૂ, ઓૈઝાર, સિર્ફ તુમ, શકિત ધ પવાર, કયામત સહિતની ફિલ્મો કરી હતી. લસ્ટ સ્ટોરીઝ, મિશન મંગલ, ધ ઝોયા ફેકટર જેવી ફિલ્મો ઉપરાંત ટીવી પરદે પણ તે કામ કરી ચુકયો છે. તેણે માધુરી દિક્ષીત, જુહી ચાવલા, મમતા કુલકર્ણી સહિતની એ સમયની ટોચની હિરોઇનો સાથે કામ કર્યુ હતું. તાજેતરમાં તેની વેબ સિરીઝ ધ લાસ્ટ અવરમાં તે ફરીથી શાનદાર રોલમાં જોવા મળ્યો છે. આ સિરીઝમાં તે પોલીસ ઓફિસર બન્યો છે. સંજય કપૂર કહે છે અમુક કલાકારોને બાદ કરતાં બાકીના કલાકારોને ઉમર વધી જાય પછી સારા રોલ મળતા નહોતાં. જો કે તેની કારકિર્દી પર કોઇ અસર પહોંચી નથી. તે કહે છે હું લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છું. અનેક ચડાવ ઉતાર મેંજોયા છે. ચોક્કસ ઉમર પછી અમુક રોલ મળે તેવી આશા રખાતી હોય છે. પરંતુ આધેડ વયના એકટર્સને રોલ મળવા અઘરા હતાં. ડિજીટલ પ્લેટફોર્મ પર અમારી ઉમરના કલાકારોને હવે પોતાની ટેલેન્ટ દેખાડવાની તક મળતી થઇ છે.