કોવિડ બાદ ભારતીય સીઈઓનો પગાર 40 ટકા વધ્યો, પ્રમોટર સીઈઓનો સરેરાશ પગાર રૂ. 16.7 કરોડ

કોવિડ બાદ ભારતીય સીઈઓનો પગાર 40 ટકા વધ્યો, પ્રમોટર સીઈઓનો સરેરાશ પગાર રૂ. 16.7 કરોડ
કોવિડ બાદ ભારતીય સીઈઓનો પગાર 40 ટકા વધ્યો, પ્રમોટર સીઈઓનો સરેરાશ પગાર રૂ. 16.7 કરોડ

ભારતમાં સીઈઓનો પગાર કોવિડ 19 મહામારી બાદ ઝડપથી વધ્યો છે. ડેલોઈટ (Deloitte)ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઈઓ)નો સરેરાશ પગાર રૂ.13.8 કરોડ છે. જે કોવિડ-19 મહામારીની તુલનાએ 40 ટકા વધુ છે. તેમના પગારમાં ઈન્સેન્ટિવ્સનું યોગદાન વધ્યું છે. જે સીઈઓ પ્રમોટર પરિવારના સભ્ય પણ છે, તેઓને સરેરાશ રૂ. 16.7 કરોડ ચૂકવવામાં આવે છે.

પ્રોફેશનલ સીઈઓની તુલનાએ પ્રમોટર સીઈઓનો પગાર વધુ છે. પ્રમોટર સીઈઓનો કાર્યકાળ પ્રોફેશનલ સીઈઓની તુલનાએ વધુ હોવાથી પગાર સતત વધ્યો છે. પ્રોફેશનલ સીઈઓમાં વારંવાર ફેરફાર થતાં હોય છે. પ્રમોટર સીઈઓને મળતુ વળતર પણ વધુ હોવાથી તેમનો પગાર વધુ હોય છે.

સીઈઓના વળતરમાં વૃદ્ધિ નોંધાઈ હોવા છતાં કમ્પનસેશનનો 50 ટકાથી વધુ હિસ્સો પે-એટ-રિસ્ક પર છે. પે-એટ-રિસ્ક પ્રોફેશનલ સીઈઓ માટે 57 ટકા, જ્યારે પ્રમોટર સીઈઓનો 47 ટકા છે. પ્રોફેશનલ સીઈઓ તેમના પગારના 25 ટકા લોંગ ટર્મ ઈન્સેન્ટિવના માધ્યમથી મેળવે છે. ભારતમાં સીઈઓના સેલેરી સ્ટ્રક્ચર વર્ષમાં સિંગલ ડિજટ વધ્યુ છે. ઈન્સેન્ટિવ સીઈઓના પર્ફોર્મન્સના ઓવરઓલ સ્કોરકાર્ડના માધ્યમથી નિર્ધારિત થાય છે. જેમાં ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ મેટ્રિક્સ તેમજ ટર્ગેટને ધ્યાનમાં લેવામાં આવે છે.

સ્ટોક ઓપ્શન અને ESOPsમાં ઘટાડો જારી છે. જે 2020માં 68 ટકાથી ઘટી 2024માં 49 ટકાએ પહોંચ્યું છે. બીએસઈ 200 કંપનીઓ (પીએસયુ સિવાય)માં મોટાપાયે સીઈઓની બદલી થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં 45 ટકા સીઈઓ બદલાયા છે. પ્રત્યેક 10 નવા સીઈઓમાંથી 6 સીઈઓની કંપનીના સ્ટાફમાંથી અને અન્ય 4 બહારથી નિમણૂક કરવામાં આવે છે.