જામનગરમા ગુજકટની પરીક્ષામાં વિધાર્થી મોબાઇલ સાથે કેન્દ્રમાંથી ઝડપાઈ ગયો

જામનગરમા ગુજકટની પરીક્ષામાં વિધાર્થી મોબાઇલ સાથે કેન્દ્રમાંથી ઝડપાઈ ગયો
જામનગરમા ગુજકટની પરીક્ષામાં વિધાર્થી મોબાઇલ સાથે કેન્દ્રમાંથી ઝડપાઈ ગયો

કેન્દ્રના પ્રવેશદ્રારે ચેકીંગ છતાં છાત્ર ફોન લઇ પહોંચી જતાં સવાલ

ધો. 12 પછી ઈજનેરી અને ફાર્મસીમાં

પ્રવેશ માટે જરૂરી ગુજકેટની પરીક્ષામાં

જામનગરમાં વિધાર્થી મોબાઈલ સાથે

કેન્દ્રમાંથી ઝડપાતા ચકચાર જાગી છે.

દરેક કેન્દ્રના પ્રવેશદ્રારો ચેકીંગ છતાં

છાત્ર ફોન લઈ અંદર પહોંચી જતાં અનેક સવાલ ઉઠયા છે. એલ.જી.હરિયા યુનીટ-2 માં આ બનાવ બન્યો હતો. ગુજકેટના તમામ પેપર સરળ રહેતા છાત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જામનગરમાં રવિવારે ધો.12 પછી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે જરૂરી ગુજકેટની પરીક્ષા 13 કેન્દ્ર પર લેવામાં આવી હતી. પરીક્ષા દરમ્યાન ભૌતિક અને રસાયણ વિજ્ઞાનના પેપરમાં 2675 માંથી 2609, જીવ વિજ્ઞાનના પેપરમાં 1652 માંથી 1615 અને ગણીતના પેપરમાં 1040 માંથી 1005 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં. પરીક્ષા દરમ્યાન એલ.જી.હરિયા યુનીટ-2 માંથી ચેકીંગ કરનાર અધિકારીએ છાત્રને મોબાઇલ સાથે પકડી પાડી તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરી હતી. અત્રે નોંધનીય છે કે, દરેક પરીક્ષા કેન્દ્રના દરવાજા પર તમામ છાત્રનું ચેકીંગ થતું હોવા છતાં છાત્ર મોબાઇલ લઇને અંદર પહોંચી જતાં અનેક સવાલ ઉઠ્યા છે. ગુજકેટના તમામ પેપર સરળ રહેતા છાત્રોએ આનંદની લાગણી અનુભવી હતી.