દેવભૂમિ દ્રારકામાં વહેલી સવારે રહેણાંક મકાનમાં આગ લાગતા ગુંગળાઈ જવાથી માતા-પિતા, પુત્રી અને મહિલાના મૃત્યુ નિપજતા યાત્રાધામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

ફાયરબ્રિગેડના જવાનોએ તાકીદે આગ પર કાબૂ મેળવી પરિવારના ચારેય સભ્યને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા પણ ફરજ પરના તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતાં.

દ્વારકાના આદિત્ય રોડ પર આવેલા રહેણાંક મકાનમાં રવિવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. જેની જાણ થતા પાડોશીઓ આગ બુઝાવવાની કોશિષ કરી હતી. આટલું જ નહીં બનાવની જાણ થતાં ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી મકાનમાં રહેતા ચારેય સભ્યોને 108 મારફત દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે ચારેય લોકોને મૃત જાહેર કર્યા હતા. મકાનમાં આગ લાગ્યા બાદ ગૂંગળામણને કારણે મકાનમાં રહેતા પતિ-પત્ની, પુત્રી અને મહિલાના મૃત્યુ નિપજયા હતાં. આ કરૂણાંતિકામાં ગૂગળી બ્રાહ્મણ સમાજના ચાર લોકોના મૃત્યુ નિપજતા ગૂગળી સમાજ અને દ્રારકામાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.