જામનગર:ટીટોડીવાળીથી ઘાંચીની ખડકી સુધી આવતા મકાનો પર તંત્ર દ્વારા ડીમોલેશનની કાર્યવાહી

જામનગર:ટીટોડીવાળીથી ઘાંચીની ખડકી સુધી આવતા મકાનો પર તંત્ર દ્વારા ડીમોલેશનની કાર્યવાહી
જામનગર:ટીટોડીવાળીથી ઘાંચીની ખડકી સુધી આવતા મકાનો પર તંત્ર દ્વારા ડીમોલેશનની કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી સુધીના ૨૪ મીટરનો નવો ડી.પી. રોડ બનાવવા માટે આજે મૅગા ડીમોલેસન કરવામાં આવ્યું હતું, અને કાચા પાકા ૨૪ જેટલા મકાનો સહિતના દબાણોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘાંચીની ખડકી થી ટીટોડી વાડી સુધીના વિસ્તારમાં ૨૪ મીટર પહોળા અને અંદાજે સવા કિલોમીટર જેટલા લાંબા નવા ડીપી રોડ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી, અને તેના માટે ઉપરોક્ત જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર મહાનગર પાલિકાના નવા ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની, કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, એસ્ટેટ ઓફીસર નીતિન દીક્ષિત, સોક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાલી સહિતના અધિકારીઓ ની ટીમ બનાવના સ્થળે હાજર રહી હતી. જ્યારે સિટી એ. ડિવિઝન ના પી.આઈ. નિકુંજ ચાવડા અને તેમની ટીમ સાથેનો ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Read National News : Click Here

એસ્ટેટ શાખાની ટુકડી ત્રણ જેસીબી મશીન,ટ્રેક્ટર વગેરે સાથે બનાવ ના સ્થળે પહોંચી હતી, ત્યાં ફાયર બ્રિગેડ ની ટીમ પણ મદદમાં જોડાઈ હતી, અને દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. ઉપરોક્ત માર્ગ પર ૧૪ પાકા મકાનો ખડકી દેવાયા હતા, જે તમામ મકાન માલિકો ને નોટિસ આપ્યા પછી તેઓને માલ સામાન ખાલી કરી દેવાની તક અપાઈ હતી, ત્યારબાદ ડીમોલેસન કરવામાં આવ્યું છે, અને તમામ દબાણો દૂર કરાયા છે. સાથો સાથ ૧૦ જેટલા નાના મોટા વાડા બાંધી દેવાયા હતા, જે તમામ જગ્યા પણ ખુલ્લી કરીને તેના પરની કાંટાળી ફેન્સીંગ તાર સહિતનું દબાણ દૂર કરી દેવાયું હતું. ટૂંક સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ૨૪ મીટરની પહોળાઈ નો સવા કિલોમીટર સુધીનો લાંબો ડી.પી. રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here