પગાર મુદ્દે સયાજી બાગમાં સૈનિક સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓની વીજળીક હડતાલ

પગાર મુદ્દે સયાજી બાગમાં સૈનિક સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓની વીજળીક હડતાલ
પગાર મુદ્દે સયાજી બાગમાં સૈનિક સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓની વીજળીક હડતાલ
વડોદરા કોર્પોરેશન સંચાલિત સયાજી બાગમાં ફરજ બજાવતા સૈનિક સિક્યુરિટી એજન્સીના 94 કર્મચારીઓ એ આજે વીજળીક હડતાલ પાડી હતી અને પગાર મુદ્દે વિરોધ કર્યો હતો.શહેરના સૌથી મોટા સયાજી બાગમાં ફરજ બજાવતા સૈનિક કંપનીના કોન્ટ્રાક્ટના 94 જેટલા સિક્યુરિટી ગાર્ડ અનિયમિત પગારના કારણે હડતાલ પર ઉતરવા નિર્ણય કરીને સયાજીબાગ ખાતે એકત્ર થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે ઉલ્લેખનીય છે કે સયાજી ગાર્ડનમાં સૈનિક કંપનીના અને શિવ કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં ફરજ બજાવે છે પરંતુ સૈનિક કંપનીના સિક્યુરિટી ગાર્ડને નિયમિત પગાર નહીં મળતો હોવાના આક્ષેપ સાથે સૈનિક કંપનીના સિક્યુરિટી ગાર્ડ સયાજીબાગ ખાતે એકત્ર થયા છે અને હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને સમજાવવા માટે સૈનિક સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝરે આવીને પ્રયાસ કરતા હતા તે દરમિયાન કર્મચારીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી કે સમયસર પગાર થતો નથી. તેમજ અન્ય કેટલાક પ્રશ્નો પણ ઉકેલ આવતો નથી. તો જીવન નિર્વાહ કરવાનું મુશ્કેલ બને છે. આ સામે સુપરવાઇઝરે સમજાવ્યા કે કોર્પોરેશનમાંથી જે સમયસર પેમેન્ટ મળવું જોઈએ તેમાં વિલંબ થયો છે જેથી આજ સાંજ સુધીમાં પગાર થઈ જશે તેવી ખાતરી આપી હતી.હડતાલ પર ઉતર્યા બાદ સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝરે આવીને કર્મચારીઓને સમજાવતા હડતાલ પાછી ખેંચી હતી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here