રાજકોટમાં મધરાતે ઠંડીથી ધ્રુજતા માનસિક બિમાર વૃધ્ધાનું અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટમાં મધરાતે ઠંડીથી ધ્રુજતા માનસિક બિમાર વૃધ્ધાનું અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું
રાજકોટમાં મધરાતે ઠંડીથી ધ્રુજતા માનસિક બિમાર વૃધ્ધાનું અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું
ગુજરાત સરકારની 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓના જીવનમાં આશાનું કિરણ બની છે. રાજકોટ જિલ્લામાં પણ મહિલાઓને અભય વચન પૂરું પાડતી અભયમ્ ટીમ 24ડ્ઢ7 મહિલાઓની વ્હારે હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે વધુ એક કિસ્સામાં રાજકોટમાં અભયમ ટીમે મધ્યરાત્રે ઠંડીથી ધ્રુજતા, પરિવારથી વિખૂટા પડી ગયેલા માનસિક પીડિત વૃદ્ધાને હેમખેમ ઘરે પહોંચાડી પોતાની ફરજ સુપેરે નિભાવી હતી.ગત તા. 18ના રોજ રાતના દોઢ વાગ્યાની આસપાસ એટલે કે તા. 19ના રોજ એક સજ્જનનો 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો કે રસ્તા પર એક વૃદ્ધા ઠંડીથી થરથરે છે અને તેની પૂછપરછ કરતા કંઈપણ જણાવતા નથી. આ સાંભળીને તુરંત અભયમ્ ટીમના કાઉન્સેલર જીનલબેન વણકર, કોન્સ્ટેબલ રોઝીબાનું શાહમદાર અને પાયલોટ શનિભાઈ રાઠોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Read National News : Click Here

અભયમ્ ટીમે તેમને આશ્વાસન આપ્યું કે તમારા ઘરનું સરનામું જણાવો, અમે તમને ઘરે મૂકી જાશું. સમગ્ર વાતચીત દરમિયાન વૃદ્ધાને 181 ટીમપર ભરોસો આવ્યો. વૃદ્ધાએ જણાવ્યા મુજબ અભયમ્ ટીમ મહિલાને સાથે લઈને માધાપર ગામ પહોંચ્યા. મહિલાને ઘરનું સ્થળ યાદ ન હતું. અભયમ્ ટીમે એક ગ્રામજને આપેલા સરનામાંના આધારે મહિલાનું ઘર શોધ્યું.અત્રે તેનાં પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.    

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here