વાંકાનેર પંથકમાંથી આંતર રાજ્ય ગુર્જર ગેંગનાં પાંચ શખ્સો પકડાયા

વાંકાનેર પંથકમાંથી આંતર રાજ્ય ગુર્જર ગેંગનાં પાંચ શખ્સો પકડાયા
વાંકાનેર પંથકમાંથી આંતર રાજ્ય ગુર્જર ગેંગનાં પાંચ શખ્સો પકડાયા
વાંકાનેર પંથકમાં પાણી પુરવઠાના પમ્પીંગ સ્ટેશન અને જીઇબીના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તોડી કોપર વાયર એલ્યુમીનીયમના વાયરની ચોરી કરતી આંતર રાજ્ય ગુર્જર ગેંગના ૫ ઇસમોને ઝડપી લઈને સૌરાષ્ટ્ર પંથકમાં થયેલ છ ચોરીના ગુનાના ભેદ ઉકેલી ૧૦.૧૩ લાખનો મુદામાલ જપ્ત  કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની જાણ જાણવા મળતી વિગતો એવી છે કે, ગત તા.૭ના રોજ મુકેશભાઈ મારવાણીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ચોટીલા વાંકાનેર હાઈવે પર આવેલ લીંબાળા ધાર નજીક ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પમ્પીંગ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિક લાઈનનું ચાલુ ટ્રાન્સફોર્મર અને વધારાનું ટ્રાન્સફોર્મર એમ બે ટ્રાન્સફોર્મર તોડી એમાં રહેલ ઓઈલ ઢોળી કોપર વાયર આશરે ૮૦૦ કિલો કિંમત રૂા. ૪.૮૦ લાખની ચોરી અજાણ્યા ઇસમોએ કરી છે જે બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. 

જે તપાસમાં મોરબી એલસીબી ટીમ પણ જોડાઈ હતી જેને સ્થળ વિઝીટ કરી ટેકનીકલ માધ્યમ અને હુમન ઈન્ટેલીજન્સની મદદથી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અને વાહનો બાબતે તપાસ કરતા ગુનાને અંજામ આપનાર આરોપી લીંબડી અમદાવાદ હાઈવે પર રામભરોસે હોટેલ બાજુમાં આવેલ. ભંગારનો ડેલો ધરાવતો ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ કરી હતી. જ્યાં ચોરીના ગુનાને અંજામ આપનાર ત્રણ ઈસમો અને ચોરીનો માલ રાખનાર બે ઈસમો એમ પાંચ ઈસમો ઝડપાયા હતા. અને ચોરી કરેલ મુદમાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાહન અને કોપર વાયરનો જથ્થો મળી આવતા આરોપીઓની સઘન પૂછપરછ કરતા વાંકાનેર ઉપરાંત સુરેન્દ્રનગર, ચોટીલા, મુળી, પાણસીણા અને અમદાવાદ ગ્રામ્યના બગોદરા એમ છ સ્થળોએ પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટના ચોકીદારને બંધક બનાવી માર મારી લોન્ત ચલાવ્યાની કબુલાત આપી હતી.

Read National News : Click Here

જેથી આરોપી ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર રહે હાલ લીંબડી મૂળ રાજસ્થાન, પ્રભુલાલ ઈશ્વરલાલ ગુર્જર રહે હાલ લીંબડી મૂળ રાજસ્થાન, દીપકભાઈ રેખારામ ગુર્જર રહે રાજસ્થાન હાલ વાંકાનેર જીઆઈડીસી, રતનલાલ સરવણલાલ ગુર્જર રહે લીંબડી સુરેન્દ્રનગર રોડ મૂળ રાજસ્થાન અને લક્ષ્મણલાલ મેઘરાજ કુમાવત રહે હાલ અમદાવાદ મૂળ રાજસ્થાન એમ પાંચ ઇસમોને ઝડપી લઈને રૂા. ૧૦,૧૩,૨૦૦ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.તો અન્ય આરોપી રાજુ ગુર્જર, ધર્મેશ બાબુલાલ ગુર્જર, સુખદેવ ગુર્જર, ગોરધનનાથ સુગનનાથ યોગી, સુરેશ ગુર્જર, ડાલું હાલું ગુર્જર અને પ્રકાશ પન્નાલાલ સાલ્વી રહે. બધા રાજસ્થાન વાળાના નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here