સર્વેશ્વર ચોક દુર્ઘટના : ૯૦ દિવસ બાદ મૃતક તથા ઇજાગ્રસ્‍તોને સહાયની જાહેરાત

સર્વેશ્વર ચોક દુર્ઘટના : ૯૦ દિવસ બાદ મૃતક તથા ઇજાગ્રસ્‍તોને સહાયની જાહેરાત
સર્વેશ્વર ચોક દુર્ઘટના : ૯૦ દિવસ બાદ મૃતક તથા ઇજાગ્રસ્‍તોને સહાયની જાહેરાત
શહેરના સર્વેશ્વર ચોકમાં ગત સપ્‍ટેમ્‍બર માસમાં શીવમ કોમ્‍પલેક્ષના વોંકળાનો સ્‍લેબ ધરાશાયી થવાની દુર્ઘટનામાં એકનું મોત થયેલ.  જ્‍યારે બ ડઝનથી વધુને ઇજા પહોંચી હતી.આ દુર્ઘટનાના પગલે મનપા દ્વારા તુરંત શિવમ કોમ્‍પલેક્ષ ૧ અને ૨ ને સીલ મારી દેવામાં આવ્‍યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત તેમને સ્‍ટ્રકચર રિપોર્ટ રજુ કરવા પણ નોટીસ આપી દેવાઇ હતી. દરમિયાન મનપાએ દુર્ઘટનાના ૩ મહિના બાદ અકસ્‍માતગ્રસ્‍તોને સહાય આપવાની જાહેરાત કરી છે.આ અંગે રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર નયનાબેનᅠપેઢડીયા,ᅠડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,ᅠસ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,ᅠમ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલ,ᅠશાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,ᅠશાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયાએ જણાવે છે કે, ડો.યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક ખાતે શિવમ કોમ્‍પલેક્ષની બાજુમાં આવેલ વોકળા પર બાંધવામાં આવેલ સ્‍લેબ ધરાશાયી થતા અકસ્‍માતે ૧ વ્‍યક્‍તિ મૃત્‍યું પામેલ અને ૨૫ વ્‍યક્‍તિઓ ઈજાગ્રસ્‍ત થયેલ.

Read National News : Click Here

આ ઘટનામાં મૃત્‍યું પામનાર વ્‍યક્‍તિને રૂ.૪ લાખ તથા ઈજાગ્રસ્‍ત થયેલ ૨૫ વ્‍યક્‍તિઓને રૂ.૫૦ હજારની આર્થિક સહાય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે.આગામી દિવસોમાં આ તમામ વ્‍યક્‍તિઓને સહાય ચુકવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here