રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ
રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ
ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર રાજ્યનાં તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાનાં ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા સહિતનાં તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ધોરાજી તાલુકાનો કાર્યક્રમ ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં શ્રી ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ધોરાજી ખાતે, જેતપુર તાલુકાનો કાર્યક્રમ લેઉવા પટેલ સમાજ, થાણા ગાલોણ ખાતે, ઉપલેટા તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ ખાતે, જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પનું આયોજન, સેવાસેતુ તેમજ સહકારી પ્રવૃત્તિઓની રૂપરેખા આપવામાં આવી હતી.જેતપુર તાલુકાના કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપક ડો.સી.એ.બાબરીયાએ અન્ન વિશે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો શ્રી રાજુભાઈ પટોળીયા અને રોહિતભાઈ ખુંટએ પોતાનાં અનુભવો રજૂ કર્યા હતા તથા અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા.એફપીઓની કામગીરી અંગે ગોકળભાઈ બુટાણીએ ખેડુતોને માર્ગદર્શિત કર્યા હતા. સહકાર વિભાગના 20 મુદા કાર્યક્રમ કે.બી.ઉંડવીયાએ રજૂ કર્યો હતો. મહાનુભાવોના હસ્તે યોજનાના ચેક/વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ ખેતી નિયામક(વિ.), રાજકોટ વી.પી. કોરાટે કાર્યક્રમની રૂપરેખા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જેતપુર તાલકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયાએ આભાર વિધિ કરી હતી.

અહીંની તાલુકા ક્ધયા શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમને સંબોધતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ જણાવ્યું હતું કે,”ખેડૂતોની ચિંતા કરતા વર્તમાન વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં ખેડૂતો ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા શુભ આશય સાથે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરતા મંત્રીએ કહ્યું હતું કે, “જો બધા ખેડૂતો પ્રાકૃતિક કૃષિનો સંકલ્પ લે તો આજે જોવા મળતા અનેક રોગ નાબૂદ થઈ જાય.”જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે સતત ચિંતિત છે. આઈ ખેડૂત પોર્ટલ પરથી ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ સહેલાઈથી લઈ શકે છે અને ખેડૂતોને લાભ આપવા માટે જિલ્લાનું તંત્ર પણ તત્પર હોય છે.”

Read National News : Click Here

આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક ડો. કે. ડી. શાહે કપાસમાં થતી ગુલાબી ઇયળના નાશ-નાબૂદી, મગફળીમાં થતાં મુંડા સામે કેવી રીતે પાકનું રક્ષણ કરવું તેની વૈજ્ઞાનિક સમજણ સરળ ભાષામાં આપી. જ્યારે કૃષિ વૈજ્ઞાનિક ડો. એસ.વી. કેલૈયાએ ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઓર્ગેનિક કાર્બન વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાયક્રમના પ્રારંભે પ્રાંત અધિકારી ડો. સંદીપ વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ અવસરે વિવિધ વક્તવ્યોમાં ખેડૂતોને કૃષિલક્ષી અનેકવિધ યોજનાઓ તેમજ પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં જમીનના જતનથી લઈને, પાકને નુક્સાન કરતા પાસાઓ દૂર કરવાથી લઈને ઉત્પાદન વધારવા સુધીનું પદ્ધતિસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું. તેમજ ખેડૂતોને મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here