રાજકોટ:રખડતા ઢોરને ટેગ લગાવાશે,જાહેરમાં ઘાસચારો નાંખવા કે વેંચાણ પર પ્રતિબંધ

રાજકોટ:રખડતા ઢોરને ટેગ લગાવાશે,જાહેરમાં ઘાસચારો નાંખવા કે વેંચાણ પર પ્રતિબંધ
રાજકોટ:રખડતા ઢોરને ટેગ લગાવાશે,જાહેરમાં ઘાસચારો નાંખવા કે વેંચાણ પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લાની 6 નગરપાલિકાના વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને ઘટાડવા સંદર્ભે અધિક જિલ્લા કલેક્ટર એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જેમાં રખડતા ઢોરને ટેગ લગાવવાનો નગરપાલિકાને આદેશ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સાથે જાહેરમાં ઘાસચારો નાખવા કે વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લામાં આવેલ વિવિધ નગરપાલિકાઓ તરફથી તા.01/11/2023 ના રજુ થયેલ પત્રો તેમજ પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્યના તા.02/11/2023ના પત્ર ક્રમાંક નં.એલઆઈબી/રખડતા ઢોર નિયંત્રણ/જાહેરનામુ/1743/2023 થી રાજકોટ જિલ્લામાં આવેલ કુલ-6 નગરપાલિકાઓના વિસ્તારમાં પશુઓને જાહે2માં ઘાસચારો નહીં નાખવા અંગે અને રખડતા ઢોરની નોંધણી તથા ટેગ લગાવવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ થયેલ છે. આ બાબતે સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.30/10/2023 ના પત્રથી નામ.ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજુ થયેલ પીઆઇએલ મુસ્તાક હુસૈન મહેન્દી હુસૈન કાદરી વિ. જગદીપ નારાયણ સિંઘ, આઈ.એ.એસ. અને અન્યોના ચાલી રહેલ પીટીશનમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટી દ્વારા નામ.હાઈકોર્ટમાં રાજ્યમાં રખડતા ઢોર, ટ્રાફિક, ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણ, ખરાબ રસ્તાની સમસ્યા અંગે રજુ કરેલ વિગતવાર રીપોર્ટના અનુસંધાને રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત મોકલી આપવામાં આવેલ હોય છે.

Read National News : Click Here

તકેદારીના ભાગરૂપે એસ.જે.ખાચર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જીલ્લા, રાજકોટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ -1973ની કલમ 144 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(બી) અને (સી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ રાજકોટ જિલ્લાની ગોંડલ, જસદણ, જેતપુર નવાગઢ, ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેંચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે સાથે રખડતા ઢોરની નોંધણી તથા ટેગ લગાવવા નગરપાલિકાને આદેશ કર્યો છે.જિલ્લાની 6 નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવા સંદર્ભે અધિક જિલ્લા કલેક્ટર એસ.જે. ખાચરનું જાહેરનામું આવ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here