રૂા.2 લાખની લાંચના કેસમાં સંડોવાયેલા વકીલ ધર્મેશ ગુર્જર એડવોકેટ તરીકે 6 માસ સસ્પેન્ડ

રૂા.2 લાખની લાંચના કેસમાં સંડોવાયેલા વકીલ ધર્મેશ ગુર્જર એડવોકેટ તરીકે 6 માસ સસ્પેન્ડ
રૂા.2 લાખની લાંચના કેસમાં સંડોવાયેલા વકીલ ધર્મેશ ગુર્જર એડવોકેટ તરીકે 6 માસ સસ્પેન્ડ
એડવોકેટ અને કોર્ટ કમિશનર તરીકેની ફરજ બજાવતી વખતે રૂા.2 લાખની લાંચના કેસમાં સંડોવાયેલા વકીલ ધર્મેશ જે. ગુર્જર સામે હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન ચાલે છે. તેની સુનાવણી વિલંબમાં નાખવા હાઈકોર્ટના રેકર્ડ સાથે ચેડાં કરવા બદલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે તેમને 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ 6 માસ સુધી વકીલાત નહીં કરી શકે. કાઉન્સિલે હાઈકોર્ટના સૂચન બાદ આ નિર્ણય લીધો હતો.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યાદી મુજબ હાઈકોર્ટે સ્પેશિયલ ક્રિમીનલ એપ્લીકેન સંદર્ભે તા.1/11/2023ના રોજના હુકમથી બાર એડવોકેટ ધર્મેશ જીવણલાલ ગુર્જર વિરૂધ્ધ પગલા લેવા માટે જાણ કરવામાં આવેલ. જે બાબતે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત (બીસીજી) દ્વારા વર્ચ્યુઅલ અસાધારણ સભા તાત્કાલિક બોલાવવામાં આવેલ. જેમાં બીસીજી ચેરમેન નલીન ડી પટેલ તથા એકઝીકયુટીવ કમીટીના ચેરમેન જીતેન્દ્ર બી. ગોળવાલાના અધ્યક્ષ પદ હેઠળ આ મીટીંગમાં હાઈકોર્ટે આપેલા હુકમને આધારે એડવોકેટ ગુર્જર દ્વારા કરવામાં આવેલ વ્યવસાયીક ગેરવર્તણુંક તથા વહીવટી બાબતમાં દખલ કરવાના ગંભીર આક્ષેપો બાબતે લંબાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવેલ. હાઈકોર્ટે બીસીજીને કોઈપણ જાતના પક્ષપાત વગર નિષ્પક્ષ તપાસ કરવા માટે કડક વલણ અપનાવવા માટે પણ જણાવવામાં આવેલ. જે તમામ બાબતોને ધ્યાને સર્વાનુમતે એડવોકેટ ધર્મેશ ગુર્જર સામે શિસ્તભંગના પગલાં ભરવાનું નકકી કરવામાં આવેલ તથા સ્પેશિયલ ડીસીપ્લીનરી કમિટીમાં કેસ મોકલી તપાસ છ મહિનામાં પુરી કરવા માટે કમીટીને જાણ કરવામાં આવેલ.

Read National News : Click Here

વધુમાં ધર્મેશ ગુર્જરને તાત્કાલિક અસરથી એડવોકેટ તરીકે સસ્પેન્ડ કરવાનો પણ સર્વાનુમતે નિર્ણય લીધો છે. હાઈકોર્ટના હુકમ અનુસાર દર ત્રણ મહિને તપાસની વિગતો હાઈકોર્ટને મોકલી આપવા માટેનો પણ નિર્ણય કરવામાં આવેલ છે.આ અસાધારણ સભામાં અનીલ સી. કેલ્લા, દિપેન કે. દવે, ભરત વી. ભગત, પરેશકુમાર આર. જાની, રમેશચંદ્ર જી. શાહ, અનિરૂધ્ધસિંહ એચ. ઝાલા, સી.કે. પટેલ, કરણસિંહ બી. વાઘેલા, કિશોરકુમાર આર. ત્રિવેદી, તથા રણજીતસિંહ એ. રાઠોડએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. તેમ બીસીજી ઈન્ચાર્જ સેક્રેટરી સિધ્ધિ ડી. ભાવનારની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here