રાજકોટમાં આંગણવાડીના મહિલા કાર્યકરોના પેન્ડિંગ પ્રશ્ને સૌરાષ્ટ્ર ઝોનની થાળીનાદ રેલી

રાજકોટમાં આંગણવાડીના મહિલા કાર્યકરોના પેન્ડિંગ પ્રશ્ને સૌરાષ્ટ્ર ઝોનની થાળીનાદ રેલી
રાજકોટમાં આંગણવાડીના મહિલા કાર્યકરોના પેન્ડિંગ પ્રશ્ને સૌરાષ્ટ્ર ઝોનની થાળીનાદ રેલી
આંગણવાડીના મહિલા કર્મચારીઓનાં પેન્ડિંગ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આજરોજ રાજકોટમાં દેખાવો અને  સૂત્રોચ્ચાર સાથે અહીંના જિલ્લા પંચાયતથી હોસ્પિટલ ચોક સુધી થાળીનાદ રેલી યોજાઈ હતી. સૌરાષ્ટ્ર ઝોનની રેલીમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આંગણવાડીની બહેનો દ્વારા બાકી બિલોની સત્વરે ચૂકવણી કરવાની માગણી સાથે વર્ષ ર૦રરના સમાધાનનો અમલ કરવાની માંગ દોહરાવવામાં આવી હતી. રેલીમાં પાંચ હજારથી વધુ બહેનો જોડાયા હતા.જિલ્લા પંચાયત ચોકથી હોસ્પિટલ ચોક સુધીની રેલીમાં પાંચ હજાર બહેનો જોડાયા; સપ્ટે. ર૦રરના સમાધાનનો અમલ કરવાની માંગઆંગણવાડી કાર્યકર મહિલાઓએ પોતાના પેન્ડિંગ પ્રશ્નો અંગે જિલ્લા પંચાયતથી હોસ્પિટલ ચોક સુધી રેલી યોજયા બાદ જણાવ્યું હતું કે બાળકો સગર્ભા ધાત્રી મહિલાઓ અને કિશોરીઓને આપવાના પોષણયુક્ત આહારના છેલ્લા ૭ થી ૮ મહિનાનાં પેન્ડિંગ બિલો આજ સુધી ચૂકવાયા નથી. આંગણવાડીના મહિલા કાર્યકરોએ પોતાના મામૂલી વેતનમાંથી આ રકમ ચૂકવી છે. દર મહિને પ્રત્યેક આંગણવાડી દીઠ આ રકમ ર થી ૩ હજાર થાય છે.

જે ચૂકવવામાં નથી આવી. (ર) કન્ટીજન્સી કે ફલેકસી ફંડની રકમ જમા થઈ નથી. (૩) મંગળ દિવસની ઉજવણી, રાંધણગેસનાં બાટલાના બિલો કે મકાન ભાડુ ચૂકવાયું નથી. (૪) મોબાઈલ કન્ટીજન્સીની રકમ ચૂકવવાની બાકી છે.  રાજય સરકારની ગ્રાન્ટ નથી આવી તેમ જણાવી બધા જ બિલો ઉપરાંત માનદવેતન પણ ચૂકવાયુ નથી. વધુમાં સપ્ટેમ્બર-ર૦રરમાં જે સમાધાન સરકાર સાથે થયુ હતું તે મુજબ માનદ્દ દૈનિક વેતન ૪૭૪ કરવું જોઈએ. હેલ્પરોને રૃા.૮૦૦૦ને માસીક વેતન આપવું જોઈએ, નિવૃતવય મર્યાદા ૬૦ સુધી કરવાની જોગવાઈ થવી જોઈએ, ઈએસઆઈ પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન યોજના લાગુ થવી જોઈએ. 

Read National News : Click Here

વાર્ષિક ર૦ રજામાં વધારો કરી ૩૦ દિવસની રજા આપવી જોઈએ. દિવાળીનું રૃા.૧૦૦૦૦નું બોનસ મળવું જોઈએ. પોષણ આહારનાં દરમાં ૧૦૦ ટકાનો વધારો થવો જોઈએ. તેવી માગણી કરવામાં આવી હતીસિવીલ હોસ્પિટલ ચોકમાં ગુજરાત આંગણવાડી મહિલા કર્મચારી મંડળના પ્રમુખ અરૃણભાઈ મહેતા, સંગીતાબેન દવે, રંજનબેન સંઘાણી વિગેરેએ પ્રાસંગક ઉદ્દબોધન સરકારને જગાડવા માટે આજે થળીનાદ રેલી યોજવામાં આવી હોવાનું જણાવી આગામી દિવસોમાં સંસદસભ્યો-ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું અને ત્યારબાદ ગાંધીનગરમાં વિશાળ રેલી યોજવામાં આવનાર હોવાનું જાહેર કર્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here