રાજકોટ:બાંધકામ સાઈટ પર ચુંદડીથી બનાવેલ ઘોડીયામાંથી પડી જતા 5 મહિનાની બાળકીનું મોત

રાજકોટ:બાંધકામ સાઈટ પર ચુંદડીથી બનાવેલ ઘોડીયામાંથી પડી જતા 5 મહિનાની બાળકીનું મોત
રાજકોટ:બાંધકામ સાઈટ પર ચુંદડીથી બનાવેલ ઘોડીયામાંથી પડી જતા 5 મહિનાની બાળકીનું મોત
રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બાંધકામ સાઈટ પર ચૂંદડીથી ઘોડીયું બાંધી તેમાં પાંચ માસની બાળકીને સુવડાવી હોય, અકસ્માતે તે પડી જતા સારવારમાં તેનું મોત થયું હતું.આ અંગે મળતી વિગત મુજબ, મૃતક બાળકીનું નામ અર્પિતા પ્રદિપભાઈ શિંગાડ છે.

Visit Saurashtra Kranti Homepage here

પિતા પ્રદિપભાઈ તેમની પત્ની, પુત્રી અર્પિતા અને 2 પુત્ર સાથે મધ્યપ્રદેશના જાંબુઆથી પોતાના વતનમાંથી અહીં રાજકોટમાં આવી મંજુરી કામ અર્થે રહેતા હતાં.સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ડાયમંડ પ્લાઝા કોમર્શિયલ બિલ્ડીંગનું કામકાજ ચાલુ હોય અત્રે પ્રદિપભાઈએ તેના પત્ની મજુરી કામ કરતા હતાં.માસુમ બાળકી અર્પિતાને ચુંદડીનું ઘોડીયું બનાવી, હીંચકા જેવું કરી તેમાં સુવડાવી હતી. સવારે નવેક વાગ્યે અચાનક અર્પિતા આ ચુંદડીના હિંચકામાંથી નીચે પટકાઈ હતી.તેની માતાને જાણ થતા તુરંત ઈજાગ્રસ્ત હાલતમાં ડીવાઈન હોસ્પિટલમાં ખસેડયામાં આવી હતી.તેની હાલત ગંભીર જણાતા અત્રે આઈસીયુમાં દાખલ કરાઈ હતી.જયાં ચાલુ સારવારમાં પાંચ માસની બાળકીએ દમ તોડી દીધો હતો.તાલુકા પોલીસે પીએમ અર્થે મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. બાળકીના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here