31 ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર પટેલની આજે 148મી જન્મજયંતિ

31 ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર પટેલની આજે 148મી જન્મજયંતિ
31 ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર પટેલની આજે 148મી જન્મજયંતિ
31 ઓક્ટોબર એટલે કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયતિ. આપણે સરદાર પટેલેને લોંખડી પુરુષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે ઓળખીએ છીએ. પરંતુ ભાગ્યે જ મોટા ભાગના લોકો જાણતા હશે કે, લોખંડી પુરુષ સરદાર પટેલનો અમદાવાદ સાથે પણ અનેરો નાતો છે.

Visit Saurashtra Kranti Homepage here

સરદાર પટેલની જન્મ જયંતિ પર આજે આપને સરદાર પટેલના અમદાવાદ સાથેના જોડાણ, અમદાવાદના વિકાસમાં કરેલા યોગદાન તેમજ અમદાવાદ મનપા ચૂંટણી થકી કરેલી રાજકીય કારકિર્દીની શરૂઆતથી પણ પરિચિત કરાવીએ. 31 ઓક્ટોબર, 1875ના રોજ થયો હતો જન્મ આ એજ દિવસ છે જ્યારે દેશમાં લોખંડી પુરુષ સરદાર પટેલનો જન્મ થયો હતો. ત્યારે આજ લોખંડી પુરુષના જન્મદિવસ પર તેમના અમદાવાદ સાથેના નાતા અંગે પણ આજે લોકોને જણાવવાનો સમય છે. કારણ કે, દેશને આઝાદ કરાવવામાં અનોખું યોગદાન આપનાર સરદાર પટેલની કર્મભૂમિ અમદાવાદ રહ્યું છે.એટલું જ નહીં સરદાર પટેલે રાજકીય કારકિર્દીની શરૂઆત પણ અમદાવાદથી જ કરી હતી. જોકે દેશની આઝાદી માટે લોકોને જગાડનાર સરદારે પોતાના જીવનમાં ક્યારેય પાછા વળીને નથી જોયું. આઝાદીની લડાઈમાં તેમણે અંગ્રેજો સામે બે મોટા આંદોલન બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. સરદાર આજે પણ આપણા માટે પ્રેરણા છે.કારણ કે, તેણે ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ દેશને એક કરવામાં પણ ખુબ મોટી ભૂમકિા ભજવી હતી. રાજા-રજવાડાને ભારતમાં જોડવાનું કામ કર્યું હતું. આમ સરકારની અનેક યાદો છે જેની ચર્ચા કરીએ એટલી ઓછા છે.

રાજકીય સફર

વાત અમદાવાદ સાથેના સરદારના નાતાની કરીએ તો.  સરદાર પટેલ 5મી જાન્યુઆરી 1917માં અમદાવાદના દરિયાપુર વોર્ડમાંથી   પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી લડયા હતા. જેમાં 1 મતથી તેમનો રોમાંચક વિજય થયો હતો. જોકે ત્યાર બાદ કોર્ટે આ ચૂંટણી રદ કરી હતી. જોકે ત્યાર બાદ 14 મે 1917થી 31 માર્ચ 1919 સુધી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.   ત્યાર બાદ તેઓ 1924માં અમદાવાદ મ્યુનિસિપાર્ટીમા ફરી એક વાર કોગેસમાંથી દરિયારપુર વોર્ડ ચૂંટણી જીત્યા હતા. અને 1924 થી 1927 સુધી સરદાર પટેલ અમદાવાદના મેયર પદે રહ્યા હતા. તે અરસામાં અમદાવાદ 12 દરવાજા વચ્ચે વોલ સિટીની ઓળખ ધરાવતું હતું. મેયર બન્યા બાદ સરદાર પટેલે વિકાસ કામો થકી અમદાવાદને નવા રંગરૂપ આપ્યા.જેમાં તેમણે આરોગ્ય માટે V.S.હોસ્પિટલ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ તેમજ 12 દરવાજા બહારના અમદાવાદના વિસ્તાર માટે અનોખું યોગદાન આપ્યું.   

Read National News : Click Here


સૌથી મોટા સરદાર

સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદને તો એક નવી ઓળખ આપી જ. પરંતુ તેની સાથે-સાથે દેશની આઝાદીથી લઈને ભાગલા બાદ દેશનો ર્ભો કરવામાં પણ પોતાના પ્રાણી રેડી દીધા. તેમના યોગદાર આપણા દેશ પર એટલા છે કે, એક સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નહીં લાખો સ્ટેચ્યૂ ઓફ યૂનિતી તેમના માન-સમ્માનમાં બનાવીએ તો પણ ઓછા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રિય અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવા માં આવ્યું હતું અને ત્યાર થી સમગ્ર દેશ અને દુનિયા માં સરદાર પટેલના નામની ચર્ચા થઇ રહી છે.  આજે જ્યારે ફરી એક વખત 31 ઓક્ટોબર 2020 એટલે કે ભારતનાં લોખંડી પુરુષ સરદાર સાહેબનો જન્મ દિવસનો અવસર આવી ગયો છે ત્યારે સરદાર સાહેબનાં જન્મ સ્થળ નડિયાદ ને કેવી રીતે ભુલી શકાય.  સરદાર વલ્લભભાઇ પટેલનું મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here