ગુજરાત ST નિગમએ 2×2 બસ બનાવી,વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી

ગુજરાત ST નિગમએ 2×2 બસ બનાવી,વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી
ગુજરાત ST નિગમએ 2×2 બસ બનાવી,વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી
તહેવારો દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 40 બસોને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ST નિગમ દ્વારા 2×2 બસ બનાવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આ સાથે UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે. એસટી નિગમને મળી વધુ 40 બસ આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસટી નિગમને વધુ 40 બસ મળી છે. વિગતો મુજબ આ 40 બસમાંથી અમદાવાદ વિભાગને 15 અને મહેસાણાને 7 બસ ફાળવાઈ છે. આ સાથે બરોડા ડેપોને 10, ગોધરા ડેપોને 6 અને ભરૂચ ડેપોને 2 બસની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, UPIથી ST બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે. 

Read National News : Click Here

આ તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આવનારા એક વર્ષમાં વધુ 2 હજાર બસો લાવવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમને સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા પણ મળશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. જેથી હવે સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. આ સાથે તેમણે કહ્યું કે, ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here