દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સરકારને જમીન સંપાદનની કામગીરીમાં 10000 કરોડનો ખર્ચ

દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સરકારને જમીન સંપાદનની કામગીરીમાં 10000 કરોડનો ખર્ચ
દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સરકારને જમીન સંપાદનની કામગીરીમાં 10000 કરોડનો ખર્ચ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મોટા અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર દેશની પ્રથમ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં સરકારને ખાનગી જમીન સંપાદનની  કામગીરી માટે 10000 કરોડની માતબર રકમનો ખર્ચ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ દાવો કર્યો છે કે 1.08 લાખ કરોડના આ પ્રોજેક્ટ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 100 ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જોકે આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર પણ ભાગીદાર હોવાથી ત્યાં કેટલા ટકા જમીનનું સંપાદન પૂરું થયું છે માહિતી અનુસાર બુલેટ ટ્રેનમાં જે જમીન સંપાદન કરાઈ છે તેમાં ગુજરાતની ખાનગી જમીન પેટે 8215 કરોડ અને મહારાષ્ટ્રની 2284 કરોડ ખર્ચ થવાનો અંદાજ હતો પરંતુ બંને રાજ્યોની જમીન કુલ મળીને 10 હજાર કરોડના ખર્ચે ખરીદવામાં આવી છે. ગુજરાતમાં ખાનગી જમીનના માલિકોને પ્રતિ હેક્ટર 6 કરોડથી લઈને 6.5 કરોડ રૂ. ચૂકવાયા છે. 

Visit Saurashtra Kranti Homepage here

NHSRCL એ જણાવ્યું કે, તેણે ગુજરાતમાં 951.14 હેક્ટર જમીનનું 100 ટકા સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં ફેલાયેલી 6,336 ખાનગી જમીનનો સમાવેશ થાય છે. NHSRCL એ જણાવ્યું કે, પડોશી મહારાષ્ટ્રમાં પણ 99.83 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે.

Read National News : Click Here

ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ થવાને કારણે આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં ત્રણથી ચાર વર્ષનો વધુ સમય લાગી રહ્યો છે. હવે એવું કહેવાય છે કે આગામી 2026માં તેનો પ્રથમ તબક્કો શરૂ કરાશે તેવી શક્યતા છે. 12 ફેબ્રુઆરી 2016ના રોજ નેશનલ હાઈસ્પીડ રેલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here