એશિયન ગેમ્‍સમાં ભારતે રચ્‍યો ઈતિહાસ,72 વર્ષનાં પ્રથમ વખત 100 મેડલ જીત્યા

એશિયન ગેમ્‍સમાં ભારતે રચ્‍યો ઈતિહાસ,72 વર્ષનાં પ્રથમ વખત 100 મેડલ જીત્યા
એશિયન ગેમ્‍સમાં ભારતે રચ્‍યો ઈતિહાસ,72 વર્ષનાં પ્રથમ વખત 100 મેડલ જીત્યા
આર્થિક વિકાસથી માંડીને ટેકનોલોજી સહિતના તમામ મોરચે ભારતનો ડંકો વાગી જ રહ્યો છે અને હવે રમત ગમતમાં પણ ભારત ઈતિહાસ રચવા લાગ્યું છે. એશીયન ગેમ્સમાં ભારતે પ્રથમ વખત મેડલની સદી ફટકારી છે.

Visit Saurashtra Kranti Homepage here

72 વર્ષનાં ઈતિહાસમાં પ્રથમ વખત 100 થી વધુ મેડલો જીતીને સર્વોચ્ચ પ્રદર્શન કર્યું છે. ચીનમાં રમાઈ રહેલી એશીયન ગેમ્સનાં આજના 14 મા દિવસે ભારતે 100 માં મેડલનું સીમાચીન્હ હાંસલ કરી લીધુ હતું. ભારતીય મહિલા કબડ્ડી ટીમે રોમાંચક મુકાબલામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ચીનની ટીમને ફાઈનલમાં પરાસ્ત કરી હતી. આ સાથે ગોલડ મેડલની સંખ્યા 25 પર પહોંચી ગઈ હતી. કબડ્ડી ઉપરાંત કમ્પાઉન્ડ તિરંદાજીમાં પણ ભારતીય ખેલાડીઓએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. પ્રવિણે ગોલ્ડ મેડલ તથા અભિષેકે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં બન્ને ભારતીય ખેલાડીઓ જ હતા. આ ઉપરાંત કમ્પાઊન્ડ આર્ચરીમાં ભારતીય મહિલા ખેલાડી અધિકારીએ ત્રીજા નંબરે આવી છે.કાંસ્ય મેડલ જીત્યો હતો. આ પૂર્વે મહિલા તિરંદાજ જયોતિ સુરેખાએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશીયન ગેમ્સમાં આ વખતે ભારતે નવા સીમાચીન્હ સ્થાપ્યા છે.પ્રથમ વખત મેડલ સંખ્યા 100 ને પાર થઈ છે.

Read National News : Click Here

વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા: 10મીએ ખેલાડીઓને રૂબરૂ મળશે

એશીયન ગેમ્સમાં દમદાર પ્રદર્શન અને અત્યાર સુધીનાં ઐતિહાસીક દેખાવને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. દેશનું ગૌરવ વધાર્યાનું જાહેર કરીને આગામી 10મીએ ખેલાડીઓને રૂબરૂ મળવાનું જાહેર કર્યુ હતું.આજે 13 ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં ઉતરવાના છે. હોકી-કબડી જેવી રમતોમાં મેડલ પાકા જ છે એટલે સંખ્યા હજુ ઘણી વધવાનું નિશ્વીત છે.ભારતે એશીયન ગેઈમ્સનાં ઈતિહાસમાં માત્ર નિશાનેબાજીમાં જ 22 થી વધુ ચંદ્રક મેળવ્યા છે. જયારે એથ્લેટીકસમાં 29 થી વધુ મેડલ મળ્યા છે.ગોલ્ડ મેડલનો આંકડો પણ પ્રથમ વખત અને આવ્યો છે. આ પુર્વે 1951 માં ભારતે 15 ગોલ્ડ મોડલ જીત્યા હતા. આઝાદીનાં 75 વર્ષ અમૃતકાળમાં આ ગૌરવરૂપ ઘટનાક્રમ સર્જાયો છે. આજે 14 મા દિવસે પ્રારંભીક સમયમાં જ તિરંદાજીમાં ચાર તથા કબડ્ડીમાં એક મેડલ મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here