જૂનાગઢ:ઉપરકોટમાં વિનામૂલ્યે પ્રવેશનો લાભ લેવા 4 કલાકમા 20 હજાર મુલાકાતીઓનો રેકોર્ડ

જૂનાગઢ:ઉપરકોટમાં વિનામૂલ્યે પ્રવેશનો લાભ લેવા 4 કલાકમા 20 હજાર મુલાકાતીઓનો રેકોર્ડ
જૂનાગઢ:ઉપરકોટમાં વિનામૂલ્યે પ્રવેશનો લાભ લેવા 4 કલાકમા 20 હજાર મુલાકાતીઓનો રેકોર્ડ
માત્ર ચાર કલાકમાં 20,000 જેટલા લોકો  ઉપરકોટને નિહાળવા રવિવારે ઉમટી પડતા સાંકડા પ્રવેશદ્વારના લીધે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. જો કે, બાદમાં ગાંધીનગર સુધી આ બાબતની ચર્ચા વિચારણા કર્યા બાદ ઉપરકોટ બંધ કરવો પડ્યો હતો અને પોલીસે સ્થિતિ કાબુમાં લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લગભગ ત્રણ વર્ષ સુધી બંધ રહેલા ઉપરકોટના દ્વાર પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા તે સાથે આજ બીજી ઓક્ટોબર સુધી ઉપરકોટની મુલાકાત પ્રવાસીઓ માટે નિશુલ્ક કરવામાં આવી હતી. ત્યારે નવા સાંજ સજેલા ઉપરકોટને નિહાળવા જુનાગઢ મહાનગર સહિત આસપાસના ગામડાઓ અને સૌરાષ્ટ્ર ભરના લોકો ઉપરકોટ પહોંચે તે સ્વાભાવિક હતું.જો કે, તારીખ 29 ને શુક્રવારથી ઉપરકોટ પર ચાર દિવસ નિશુલ્ક પ્રવેશની જાહેર કરાત કરતા ની સાથે જ શુક્રવારે 7,200 પ્રવેશીઓ અને બીજા દિવસે શનિવારે 18,300 પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાત લીધી હતી. દરમિયાન ગઈકાલે રવિવારે સવારે 8 વાગ્યે ઉપરકોટ ખૂલતાની સાથે બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે કે માટે 4 કલાક દરમિયાન 20,000 થી વધુ લોકો ઉપરકોટની મુલાકાતે પહોંચી ગયા હતા

જો કે, શનિવારે 18,000 જેટલા પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાતે પહોંચતા જ પોલીસ વિભાગ દ્વારા બે પીએસઆઇ તથા વધારાનો પોલીસ સ્ટાફ પ્રવાસીઓની સુરક્ષા અને વ્યવસ્થા માટે મૂકી દેવામાં આવ્યો હતો. આ સાથે ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓ, જવાનો અને ટ્રાફિક બ્રિગેડ ના જવાનો પણ પણ ટ્રાફિક નિયમન માટે સજ્જ હતા. પરંતુ એકાએક ઘોડાપૂરની જેમ 4 કલાકમાં 20,000 જેટલા લોકો ઉપરકોટની મુલાકાતે ઉમટી પડતા અંધાધુંધી નો માહોલ સર્જાયો હતો. તે સાથે સવાણી એજન્સીનો સિક્યુરિટી સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત લોકોની ભીડ સામે ટૂંકો પડતા અંતે જુનાગઢ એસપીને જાણ કરવામાં આવી હતી. ત્યારે જુનાગઢ એસ.પી હર્ષદ મહેતા, ડિવાયેસપી હિતેશ ધાંધલીયા તથા એલસીબી, એસ.ઓ.જી. નાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ સાથે રિક્રુટ પોલીસને પણ તાત્કાલિક ઉપરકોટ ખાતે બોલાવી લેવામાં આવી હતી. અને થોડો સમય પ્રવાસીઓને અંદર જતા રોકી અંદર રહેલા પ્રવાસીઓને ઉપરકોટની ઝડપથી મુલાકાત લઈ બહાર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને બાદમાં બહાર રહેલા પ્રવાસીઓને સિસ્ત બધ્ધ રીતે શાંતિથી અંદર જવા દેવામાં આવ્યા હતા.આ સાથે ઉપરકોટમાં લોકોનો ઘસારો વધતા સર્જાયેલા પરિસ્થિતિથી ની જૂનાગઢના પ્રાંત અધિકારી ભૂમિબેન ને કેશવાલા, નાયબ કલેક્ટર પી.જી. પટેલ સહિતના અધિકારીઓને જાણ થતા તેઓ પણ ઉપરકોટ ખાતે દોડી આવ્યા હતા અને કિલ્લાનું નિરીક્ષણ કરી લોકોને શાંતિ સ્થાપી બહાર નીકળવા અપીલ કરી હતી.બીજી બાજુ ગઈકાલે રવિવાર હતો અને પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો હતો ત્યારે સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડના રાજેશ તોતલાણી એ, જૂનાગઢ જિલ્લાના ઉંચ અધિકારીઓ અને પોલીસની એક બેઠક કરી હવે શું નિર્ણય કરવો તે અંગે ચર્ચા વિચારણા કરી, અંતે ગાંધીનગર પ્રવાસન વિભાગના એમ.ડી. સૌરભો પારધી અને જિલ્લા કલેકટરને આ બાબતે વાકેફ કરવામાં આવ્યા હતા અને બાદમાં રવિવારે બપોર પછી ઉપરકોટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે તેવો નિર્ણય કરાયો હતો.

Read National News : Click Here

ઉપરકોટને નિહાળવા સોફિયા અને મુલતાની નામનો બરોડાનો યુવક આવ્યો હતો અને આ યુવાન પ્રવેશદ્વાર નજીક પોતાનું બાઈક પાર્ક કરતો હતો ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી અને ગભરામણ થવા લાગતા તે નીચે પડી ગયો હતો બાદમાં પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસના વાહનમાં આ યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે આ યુવકને સમયસર સારવાર મળતા તે સ્વસ્થ થઈ ગયો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here