ISROના ચેરમેન સોમનાથના દર્શને પહોચ્યા વૈદિક મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું

ISROના ચેરમેન સોમનાથના દર્શને પહોચ્યા વૈદિક મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું
ISROના ચેરમેન સોમનાથના દર્શને પહોચ્યા વૈદિક મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું
ચંદ્રના દક્ષિણ ભાગ પર વિશ્વમાં સૌ પ્રથમ વખત ચંદ્રયાન-3નું સોફટ લેન્ડિંગ કરીને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગા ધ્વજને ગૌરવાન્વિત કરનાર ઈશરોના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

સોમનાથ તીર્થમાં ચાલી રહેલ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાનમાં પધારેલ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે ઈશરોના ચેરમેનનું સ્વાગત કરવામાં આવ્યું. ઈસરો પ્રમુખ એસ. સોમનાથ જી.એ. સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તેઓને ચંદન તિલક કરી પૂજારી શ્રી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતાં. વધુમાં તેઓએ વેદોક્ત મંત્રો સાથે સોમેશ્વર મહાપૂજા કરી હતી. સાથે સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત દક્ષિણ ધ્રુવ ધી અબાધિત જયોતિર્લિંગ પ્રદર્શિત કરતા બાણ સ્થંભના દર્શન કર્યા હતાં.

Read Saurashtra Kranti E-Paper here 

એસ.સોમનાથ જી. સોમનાથ મંદિરમાં બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજીના દ્રશન કરીને તીર્થમાં આયોજિત શ્રી ગણેશ મહાયજ્ઞામાં જોડાયા હતાં. યજ્ઞા નારાયણને આહૂતિઓ આપીને તેઓએ ધન્યતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, હું સોમનાથ મહાદેવને પ્રાર્થના કરૂં છું કે આગામી પ્રોજેકટ અને મીશન માટે એમને શક્તિ અને સફળતાના આશીર્વાદ આપે. તેઓએ ોસમનાથ તીર્થમાં બિરાજમાન શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન શ્રી ભાલકા તીર્થ અને દેહોત્સર્ગ તીર્થના દર્શન કર્યા હતાં. તેમજ ભાલકા ખાતે શ્રીકૃષ્ણનું તેમજ ગોલોકધામ ખાતે શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here