800 કરોડની કિંમતનો 80 કિલો કોકેઈનનો જથ્થો ગાંધીધામથી ઝડપાયો

800 કરોડની કિંમતનો 80 કિલો કોકેઈનનો જથ્થો ગાંધીધામથી ઝડપાયો
800 કરોડની કિંમતનો 80 કિલો કોકેઈનનો જથ્થો ગાંધીધામથી ઝડપાયો
ગુજરાતને ’ઉડતા પંજાબ’ બનાવવાના હીન ઈરાદા સાથે મોકલાયેલો રૂ. 800 કરોડની કિંમતનો 80 કિલો કોકેઈનનો જથ્થો ગાંધીધામથી ઝડપી લેવામાં આવ્યો છે. આ જથ્થો ગુજરાત પોલીસે પકડેલા ઐતિહાસિક જથ્થા પૈકી એક છે.

Visit Saurashtra Kranti Homepage here

કોકેઈન આવડો મોટો જથ્થો બિનવારસુ હાલતમાં ઝડપાયો હોવાથી પોલીસ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા ગુપ્ત રાહે અનેક સેન્ટરોમાં તપાસનો ધમધમાટ કરી રહી છે અને તપાસના અંતે મોટા કડાકા ભડાકા થાય તેવા એંધાણ પણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત પોલીસ ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે સતત સક્રિય છે. ત્યારે ગાંધીધામ પોલીસે 800 કરોડનું 80 કિલોગ્રામ કોકેઇન ઝડપી પાડ્યું છે. ગાંધીધામ પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી અને કહ્યું છે કે પંજાબ, હરિયાણાએ જેટલું વર્ષોથી ડ્રગ્સ નથી ઝડપ્યું તેટલું ગુજરાત પોલીસે 2 વર્ષમાં પકડ્યું છે.પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દરીયાઈ કાંઠાના ગામોમાં ડ્રગ્સ તેમજ અન્ય નશીલા માદક પદાર્થોના મોટા જથ્થાની હેરાફેરી થવાની એલસીબીને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી દરીયાઈ કાંઠાના ગામોમાં સધન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતુ તથા શંકાસ્પદ ઇસમોની પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખવામાં આવી હતી.

આ દરમિયાન એલસીબીને હકીકત મળેલ કે મીઠીરોહ2 દરીયા કિનારે અમુક ઇસમો ડ્રગ્સનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જે આધારે પોલીસની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 80 કિલોગ્રામ ડ્રગ્સના પેકેટો કબજે લીધા હતા.ગાંધીધામ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કોકેઇનને લઈને વોચ રાખવામાં આવી રહી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે ખૂબ મોટા પ્રમાણમાં કોકેઇન સપ્લાય થવા જઈ રહ્યો હોવાની વાત પહોંચતા આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અંદાજે 80 કિલો જેટલું કોકેઇન જપ્ત કર્યું છે. જેનો એફએસએલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવી ગયો છે. આશરે 800 કરોડ રૂપિયાનું કોકેઇન ઝડપાતા ગાંધીધામ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.હર્ષ સંઘવીએ કહ્યું કે અન્ય કોઈપણ રાજ્યએ વર્ષોથી કોકેઇન ઝડપી પાડ્યું ન હોય એટલું ગુજરાત પોલીસે છેલ્લા થોડા સમયમાં જ ઝડપી પાડ્યું છે.

Read Saurashtra Kranti E-Paper here

કોકેઇન ક્યાંથી વેચાય છે અને ક્યાંથી મોટો સપ્લાય થનાર છે તે અંગેની ઝીણવટભરી માહિતી લીધા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ કનેક્શન હોય કે આરોપીઓ હોય તેમને ઝડપી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી રહી છે. અનેક ઇન્ટરનેશનલ આરોપીઓને પણ આપણે જેલના હવાલે કરી દીધા છે. જેટલું પંજાબ અને હરિયાણાની સરકારે ઝડપ્યું નથી એટલું માત્ર બે વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.જથ્થો ક્યાંથી આવ્યો? ડિલિવરી કોણ લેવા આવવાનું હતું .

તપાસના અંતે મોટા ખુલાસા થવાની પ્રબળ શક્યતા . મીઠીરોહરમાંથી ડ્રગ્સનો ઐતિહાસિક જથ્થો તો ઝડપી લેવામાં આવ્યો છે પરંતુ ડ્રગ્સ રેકેટના સભ્યોની ધરપકડ કરી ગોરખધંધાના નેટવર્કનો પર્દાફાશ કરવા પોલીસે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ ડ્રગ્સ રેકેટ વિશે કોઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કરી રહી છે જે સૂચક છે કે, હાલ જે રીતે ગુપ્ત રાહે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તેના આધારેતપાસના અંતે મોટા ખુલાસા થશે. ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા અનેક મોટા માથાના નામનો ખુલાસો થાય તેવી પણ પ્રબળ શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here