રાજકોટ:પેડક રોડને ગ્રીન બેલ્ટ,સ્ટ્રીટ ફર્નિચર,બેલાર્ડની 22 કરોડના ખર્ચે ગૌરવ પથ તરીકે વિકસાવાશે

રાજકોટ:પેડક રોડને ગ્રીન બેલ્ટ,સ્ટ્રીટ ફર્નિચર,બેલાર્ડની 22 કરોડના ખર્ચે ગૌરવ પથ તરીકે વિકસાવાશે
રાજકોટ:પેડક રોડને ગ્રીન બેલ્ટ,સ્ટ્રીટ ફર્નિચર,બેલાર્ડની 22 કરોડના ખર્ચે ગૌરવ પથ તરીકે વિકસાવાશે
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં તમામ મહાપાલિકાઓને શહેરના કોઇપણ એક રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં અંદાજે 22 કરોડનો ખર્ચો થશે. ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા ઇસ્ટ ઝોનના સિટી એન્જીનીંયર પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા પેડક રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવામાં આવશે. હયાત બે કિલોમીટરની લંબાઇ ધરાવતા રોડની ડિઝાઇનમાં સંપૂર્ણપણે ફેરફાર કરવામાં આવશે. આ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે.રોડની કુલ પહોળાઇ 24 મીટર છે. બંને બાજુ 2.25 મીટરની ફૂટપાથ રાખવામાં આવશે. જેથી લોકોને ચાલવામાં સરળતા રહે. પેવર કાર્પેટ અને ફૂટપાથ વચ્ચે બંને સાઇટ 2.25 મીટરનો ગ્રીનબેલ્ટ બનાવવામાં આવશે. જ્યાં ગઝેબોનું પણ નિર્માણ કરાશે. જેથી વોકિંગ માટે લોકોને સરળતા રહે તથા બેસવાની પણ સુવિધા મળી રહે અન્ય રાજમાર્ગો પર ફૂટપાથ ઉપર વાહન ચાલકો વાહનો પાર્ક કરતા હોય છે. પેડક રોડ પર આવી સમસ્યા ઉભી ન થાય તે માટે ગૌરવપથમાં બેલાર્ડ નાંખવામાં આવશે.

Read Saurashtra Kranti E-Paper here

જેથી લોકો સરળતા અહિં જઇ શકશે પરંતુ વાહનો ઉપર ચઢી શકશે નહિં. રોડ પર 14 મીટર એમ.વી. લેનમાં કાર્પેટ કરવામાં આવશે. પેડક રોડની હયાત પહોળાઇ 24 મીટરની છે. રાજ્ય સરકાર દ્વારા કોઇ એક રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવાની સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા પેડક રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 22 કરોડના ખર્ચે પેડક રોડને નવેસરથી ડેવલપ કરવામાં આવશે. જેના માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here