રાષ્ટ્રપતિની હાજરીમાં રાજકોટને સ્માર્ટસીટી નો એવોર્ડ મળ્યો, સમગ્ર દેશમાં ત્રીજા સ્થાન મળ્યું

રાષ્ટ્રપતિની હાજરીમાં રાજકોટને સ્માર્ટસીટી નો એવોર્ડ મળ્યો : સમગ્ર દેશમાં ત્રીજા સ્થાન મળ્યું
રાષ્ટ્રપતિની હાજરીમાં રાજકોટને સ્માર્ટસીટી નો એવોર્ડ મળ્યો : સમગ્ર દેશમાં ત્રીજા સ્થાન મળ્યું
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન-2022 અંતર્ગત સમગ્ર ભારતના સ્માર્ટ સિટી પાસે જુદી જુદી કેટેગરી જેવી કે, બિલ્ડ એન્વાયરમેન્ટ, કલ્ચર, ઇકોનોમી, ગવર્નન્સ, આઇસીસીસી સસ્ટેનેબલ મોડલ, મોબિલિટી, સેનિટેશન, સોશિયલ આસપેક્ટ, અર્બન એન્વાયરમેન્ટ, વોટર, ઇનોવેટિવ આઇડીયા વગેરેમાં શહેરમાં થયેલ ઉત્કર્ષ કામગીરીનું નોમીનેશન કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જે પ્રક્રિયામાં રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા વોટર કેટેગરી માં સમગ્ર ભારતમાં 35 શહેરોમાંથી રાજકોટ સ્માર્ટ સિટીને સમગ્ર ભારતભરમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયેલ છે.જે અંગેનો એવોર્ડ આજે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે મેયર અને કમિશનરે સ્વીકારતા રાજકોટનું ગૌરવ ફરી વધ્યું છે.આજ રોજ ઇન્દોર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરીના હસ્તે રાજકોટ સ્માર્ટ સિટીને સ્માર્ટ સિટી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અને કમિશનર આનંદ પટેલે એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકારેલ છે. આ એવોર્ડ સમારોહમાં સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ. ચેતન નંદાણી તથા જનરલ મેનેજર વાય.કે.ગોસ્વામી પણ ઉપસ્થિત રહેલ હતા.

Read Saurashtra Kranti E-Paper here

ચોમાસા દરમ્યાન સ્ટોર્મ વોટરના નેટવર્ક મારફત તળાવ-1, તળાવ-2 કે તળાવ-3 માં ઠલવાશે. અને તેનો જળ સંચય થશે. તળાવ-1 કે જે અટલ સરોવર તરીકે ડેવલોપ થઇ રહેલ છે. જેમાં ઉનાળા દરમ્યાન તળાવને ફરી ભરવા માટે 8 એમએલડીના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ટીટીપી) મારફત પાણી ભરવામાં આવશે, જેથી આ તળાવ બારેમાસ ભરેલ રહેશે અને આજુબાજુના વિસ્તારોના જળ સ્તર ઊંચા આવશે અને ગ્રેનરી માટે એક ઉતમ ઉદાહરણ થશે.

Read National News : Click Here

સામાન્ય રીતે પર્યાવરણ જાળવવા માટે 3-છ (રીડ્યુસ, રી-સાઈકલ અને રી-યુઝ) પ્રચલિત છે. પરંતુ અટલ સરોવર લેક ડેવલોપમાં 4-આર (રીડ્યુસ, રી-સાઈકલ, રી-યુઝ અને રી-ક્રિએશન)નો સમાવેશ થયેલ છે. રાજકોટ સ્માર્ટ સિટીના 930 એકર એરિયામાં અંદાજે 65 હજાર વૃક્ષોનાં વાવેતરની પ્રક્રિયા ચાલુ છે. જેથી અંદાજીત 14,35,160 કિલોગ્રામ કાર્બન પ્રતિ વર્ષ ઓછો જનરેટ થશે આ વૃક્ષોનો ઉછેર કરવા માટે રી-સાઈકલડ વોટરના ઉપયોગ થકી પીવાના પાણીની બચત થશે. જેથી પર્યાવરણની દ્રષ્ટિએ રાજકોટના નાગરીકોને નવા નજરાણા તરીકે આગવી ભેટ સ્વરૂપ મળેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here