‘ગુજ્જુ દયાભાભી’ : રાજકોટના દયાબેને એક્ટિંગથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી,જયેશ રાદડિયાની ઉતારી આરતી

'ગુજ્જુ દયાભાભી' : રાજકોટના દયાબેને એક્ટિંગથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી,જયેશ રાદડિયાની ઉતારી આરતી
'ગુજ્જુ દયાભાભી' : રાજકોટના દયાબેને એક્ટિંગથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી,જયેશ રાદડિયાની ઉતારી આરતી
‘ગુજ્જુ દયાભાભી’ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાભાભીના પાત્રએ સિરિયલમાં ધૂમ મચાવી હતી. ખાસ કરીને દયાભાભી ઉર્ફે દિશા વાકાણીની બોલી,ગરબાના લટકા ઝટકાએ સૌ કોઈના મન મોહી લીધા હતા. થોડા સમયથી તેઓ સિરિયલમાંથી બહાર છે, દર્શકો તેમની રી-એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હમણાં સોશિયલ મીડિયામાં આબેહૂબ દયાભાભી જેવા જ એક મહિલા ધૂમ મચાવી રહ્યા છે. આ દયાભાભી ગુજરાતી છે, એટલું જ નહીં રાજકોટ જિલ્લાના છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લાના નાનકડા ગામના રહેવાસી છે કાજલબેન

રાજકોટના જેતપુર પાસેના એક નાનકડા ગામમાં રહેતા કાજલબેન રામાનંદી આબેહૂબ દયાબેનની નકલ કરી રહ્યાં છે. તેઓએ તાજેતરમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાની એવી આરતી ઉતારી કે સૌ કોઈ દંગ રહી ગયા હતા કે દયાભાભી પરત કેવી રીતે આવી ગયા. કાજલબેન આજકાલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ગુજ્જુ દયાભાભી ઉર્ફે કાજલબેનના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તેઓ અવારનવાર દયાબેનની નકલ કરતા વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ તરીકે અપલોડ કરતા રહે છે. લોકો તેમના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

નાનપણથી જ એક્ટિંગનો હતો શોખ

કાજલબેન વિશે વાત કરીએ તો તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓને પહેલેથી જ એક્ટિંગ કરવાનો શોખ હતો, જ્યારે તેઓ ધોરણ પાંચમાં ભણતા હતા, ત્યારે તેમના વર્ગ શિક્ષક શાંતાબેને તેમને સૌ પ્રથમ વખત એક કાર્યક્રમમાં દયાબેનની મિમિક્રી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાજલબેન નાનપણથી જ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હતા, તેથી તેઓ અનેક નાના નાટકમાં એકિટંગ કરતા હતા. તેઓ સોશિયલ મીડિયામાં દયાબેનની હૂબહૂ નકલ કરી પ્રચલિત થયા છે. હજુ ઘણી મહેનત કરવી છે.કાજલબેન
તેઓએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે,.મને ટીવી લાઈનમાં ચાન્સ મળે તો જવું છે, આ મારું સપનું છે. હાલ તો હું સોશિયલ મીડિયામાં વિવિધ વીડિયો બનાવું છું. હજુ ઘણી મહેનત કરવી છે.

Read Saurashtra Kranti E-Paper here

દયાભાભીના પાત્રથી મળી લોકચાહના અતુલભાઈ તેમના પિતા અતુલભાઈએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાજલને ભણવામાં ખાસ રુચિ ન હતી. હું ધોરણ 10 પછી તેને હોસ્ટેલમાં મૂકી આવ્યો તો તે ત્યાંથી ઘરે આવી ગઈ હતી. જે બાદ હું તેને ફરી મૂકી આવ્યો હતો. હાલ આજુબાજુના ગામો કે શહેરમાં કોઈ કાર્યક્રમ હોય તો કાજલને લોકો બોલાવે છે. તેઓએ જણાવ્યું હતું કે, તે 2021માં જામનગર ગોટ ટેલેન્ટ પ્રથમવાર જાહેર થઈ હતી. કાજલને જન્માષ્ટમીમાં કૃષ્ણના આશીર્વાદ મળ્યા બાદ પછી વધુ ચાહના મળી. આઠમના દિવસે શોભાયાત્રામાં કરેલા દયાભાભીના રોલથી તેને લોકચાહના મળી છે. તેણે સોશિયલ મિડિયામાં ગુજ્જુ દયાબેન ચેનલ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here