જામનગર : 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત

જામનગર : 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત
જામનગર : 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત
કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હવે ગરબા રમતા રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો યુવક

નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અનેક જગ્યાએ ગરબા ક્લાસીસો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે જામનગરમાં ગરબા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ગરબા ક્લાસીસમાં 19 વર્ષીય વિનીત કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

પરિવારમાં શોકનો માહોલ

આ દરમિયાન તે અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના અકાળે અવસાનને લઇ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. હાલ વિનીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો છે. 

રાજકોટમાં ચા પીધા બાદ યુવકને આવ્યો હતો હાર્ટ એટેક

તાજેતરમાં જ રાજકોટમાં ચા પીધા બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનો અને હાલ કોઠારિયા રોડ પર આવેલ તિરુપતિ નગરમાં રહેતો અશોક નાયક નામનો યુવક રાબેતા મુજબ સાઈટ પર કલર કામ કરવા માટે ગયો હતો. જ્યાં સાઈટ પાસે ચા પીધા બાદ અશોક અચાનક ઢળી પડ્યો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here