રાજકોટ:ASIના પુત્ર સહિત બેને રૂ.13 લાખના મેફેડ્રોન MD ડ્રગ્સ સહિત કુલ મુદ્દામાલ સાથે ધરપકડ

રાજકોટ:ASIના પુત્ર સહિત બેને રૂ.13 લાખના મેફેડ્રોન MD ડ્રગ્સ સહિત કુલ મુદ્દામાલ સાથે ધરપકડ
રાજકોટ:ASIના પુત્ર સહિત બેને રૂ.13 લાખના મેફેડ્રોન MD ડ્રગ્સ સહિત કુલ મુદ્દામાલ સાથે ધરપકડ
રાજકોટ શહેરમાં પોલીસના અથાગ પ્રયાસો છતાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો હોઈ છે.જોકે પોલીસ દ્વારા સમયાંતરે ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી લઇ ડ્રગ્સના વેચાણ પર લગામ લગાવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે વધુ એકવાર એસઓજી પોલીસે રાજકોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેમાં એસ.ઓ.જી દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર કિડવાઇનગર મેઇન રોડ પર સાધના એપાર્ટમેન્ટની સામેના ભાગેથી બાતમીના આધારે શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એ.એસ.આઇ.ના પુત્ર સહિત બેને રૂ. 13 લાખના મેફેડ્રોન એમડી ડ્રગ્સ સહિત કુલ રૂ. 18.74 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.અને જ્યારે આ એમ.ડી ડ્રગ્સ મુંબઈનાં સપ્લાયરે આપ્યાનું ખુલતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગત એસઓજી પી.આઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ ડી.બી.ખેર અને હેડ.કોન્સ જીજ્ઞેશ અમરેલિયાને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે કિડવાઇનગર રોડ તુલસીબાગ પાસે સાધના એપાર્ટમેન્ટની સામે દરોડો પાડી ૧૩૦.૮૪ ગ્રામ મેફેડ્રોન એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એ.એસ.આઇ.ના પુત્ર મોનાર ઉર્ફે ભાણો રાણાભાઇ ચીહલા (ઉ.વ. ૨૫, રહે. પોલીસ હૅડ કવાર્ટર બ્લોક નં. ૧, રૂમ નં. ૫૦૧) અને બ્રીજેશ ઉદયલાલ પાલીવાલ (ઉ.વ. ૨૫, ૨હે. કિડવાઇનગર બગીચાની સામે, સાધના એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ મુળ મુંબઇ)ને પકડી પાડી તેમની પાસેથી ડ્રગ્સ મોબાઈલ અને એક કાર સહિત કુલ રૂ. 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

આરોપીઓની પૂછપરછમાં તેઓએ આ ડ્રગ્સનો જથ્થો મુંબઇનાં હાર્દિક હર્ષદભાઈ પરમાર પાસેથી લીધો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે એસઓજીની ટીમે મુંબઇનાં સપ્લાયર હાર્દિક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. તેમજ ઝડપાયેલા બંને આરોપીઓ કેટલા સમયથી આ કારોબાર કરતા હતા ? અને અત્યાર સુધીમાં કોને કેટલો ડ્રગ્સનો જથ્થો વેચ્યો છે ? તે સહિતની જાણકારી લેવા માટે બંનેના રિમાન્ડ મેળવવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એ.એસ.આઇ રાણાભાઇ ચીહલાનો પુત્ર મોનાર એમડી ડ્રગસ સાથે પકડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here