Asian Games 2023:પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ત્રિપુટીએ જીત્યો ‘ગોલ્ડ મેડલ’

Asian Games 2023:પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ત્રિપુટીએ જીત્યો 'ગોલ્ડ મેડલ'
Asian Games 2023:પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ત્રિપુટીએ જીત્યો 'ગોલ્ડ મેડલ'
એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ભારતે તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ ગોલ્ડ જીત્યો તો રોઈંગમાં પણ પુરુષોની ચાર ટીમે ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

ભારતે અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા છે.ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો – જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો. 

19મી એશિયન ગેમ્સમાં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં આ ગોલ્ડ જીત્યો હતો. ત્રણેય ખેલાડીઓએ વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 1893.7 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે આ ત્રણેયે બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીન દ્વારા બનાવેલા વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

Read Saurashtra Kranti E-Paper here

ભારતે અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા

આજે બીજા દિવસે પુરુષોની એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય તોમર રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પનવરની ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. આ સિવાય રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ અપાવ્યો હતો. ભારતે એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા છે.રોઈંગ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યોઆજે એર રાઈફલની ટીમે ગોલ્ડ મેડલ જીત્યા બાદ રોઈંગ ટીમે ભારતને તેનો સાતમો મેડલ અપાવ્યો છે. પુરુષોની રોઈંગ ટીમ ઈવેન્ટમાં જસવિન્દર, ભીમ, પુનિત અને આશિષએ 6:10.81નો સમય નોંધાવ્યો હતો. ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here