રવિવારે જામનગર–અમદાવાદ વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન વર્ચ્યુઅલ લીલીઝંડી આપશે

રવિવારે જામનગર–અમદાવાદ વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન વર્ચ્યુઅલ લીલીઝંડી આપશે
રવિવારે જામનગર–અમદાવાદ વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન વર્ચ્યુઅલ લીલીઝંડી આપશે
પશ્ચિમ રેલવેને પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઇ રહી છે આ વંદે ભારત ટ્રેન જામનગર – અમદાવાદ વચ્ચે દોડશે. ર4મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વંદે ભારત ટ્રેનને વચ્યુઅલી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

તેવી શકયતા સેવાઇ રહી છે. જો કે ટ્રેનના સમય સહિતનું સત્તાવાર શેડયુલ ટુંક સમયમાં જાહેર થશે.રેલવેના સુત્રોના જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર4એ વચ્યુઅલી નવી 8 વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપવામાં આવશે. જેમાં વેસ્ટર્ન રેલવેની એક ટ્રેન સામેલ છે. જામનગર- અમદાવાદ વચ્ચે દોડનારી આ ટ્રેન જામનગરથી પ્રસ્થાન થયા બાદ રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ સ્ટેશન પર રોકાશેઆ તમામ જગ્યાએ સાંસદ, ધારાસભ્યો સહીત દ્વારા નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી આવકારવામાં આવશે. હજુ આ ટ્રેન કેટલા વાગયે જામનગરથી ઉપડશે.

Read Saurashtra Kranti E-Paper here

અને અમદાવાદ કેટલા વાગ્યે પહોંચી તેનું ચોકકસ શેડયુલ હવે જાહેર થશે. મળતા સમાચાર મુજબ જામનગર- અમદાવાદ વચ્ચે આ ટ્રેન દોડાવશે. જે સવારે 5.30 વાગ્યે જામનગરથી રવાના થશે અને 10.10 કલાકે અમદાવાદ પહોચશે. જે વળતા સાંજે અમદાવાદથી રવાના થશે અને રાત્રે જામનગર પહોંચશે આ ટ્રેન પોટા પાંચ કલાકમાં અંતર કાપશે.આ ટ્રેનની ખાસિયત એ છે કે આ વંદે ભારત ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેન સઁપૂર્ણપણે ભારતમાં જ ડીઝાઇન અને ઉત્પાદિત થયેલ છે. આ ટ્રેનમાં જીપીએસ આધારીત માહીતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેકયુમ આધારીત બાયો ટોઇલેટ, ઓટોમેટીક સ્લાઇડીંગ ડોર અને 4 ઇમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here