બોટાદ:વીજ ચેકીંગ ડ્રાઇવમાં 495 ગેરરીતિ ઝડપાઇ, 129 લાખનો દંડ ફટકારાયો

બોટાદ:વીજ ચેકીંગ ડ્રાઇવમાં 495 ગેરરીતિ ઝડપાઇ, 129 લાખનો દંડ ફટકારાયો
બોટાદ:વીજ ચેકીંગ ડ્રાઇવમાં 495 ગેરરીતિ ઝડપાઇ, 129 લાખનો દંડ ફટકારાયો
બોટાદ પીજીવીસીએલ ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાયેલી સામૂહિક વીજ ચેકીંગ ડ્રાઇવ સંપન્ન થઇ હતી. ૧૭૫ ટુકડીઓ દ્વારા ૪૯૫ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડી અંદાજે રૂા.૧૨૯ લાખની વીજચોરીનો દંડ ફટકારાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બોટાદ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઇજનેર તેમજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરની સીધી દેખરેખ હેઠળ બોટાદ જિલ્લાના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઇજનેરોની ૧૭૫ જેટલી ટુકડીઓ દ્વારા બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ એસઆરપી સાથે રાખીને તા.૧૧ થી ૧૬મી સપ્ટેમ્બર દરમિયાન સામૂહિક વીજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વીજ ચેકીંગ દરમિયાન ઘર વપરાશના ૧૭૨૬ પૈકી ૪૮૫ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા રૂા.૧૧૪ લાખનો દંડ, વાણીજ્ય ઔદ્યોગિક હેતુના ૧૮૩ વીજ જોડાણો પૈકી ૧૦ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂા.૧૪.૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

આમ કુલ ૧૭૫ જેટલી વીજ ચેકીંગ ટીમો દ્વારા ૧૭૨૬ જેટલા વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતાં જેમાંથી ૪૯૫ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂા.૧૨૯ લાખની વીજચોરીના દંડ ફટકારવામાં આવ્યો હતો.અધિક્ષક ઇજનેરે જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે વીજ ચોરોને વીજ ચેકીંગ માત્ર વહેલી સવારે જ આવે છે તેવો ભ્રમ ખોટો ઠેરવી સાંજના સમયે વીજ જોડાણોની તપાસની કરવામાં આવી હતી. હવે પછી રાત્રી દરમિયાન પણ વીજ ચેકીંગ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here