રૂ.5.6 કરોડના ખર્ચે બ્રિજ બનવાથી લોકોને જામનગરના ટ્રાફિક પર ગયા વગર એઈમ્સ જઈ શકાશે:આનંદ પટેલ

રૂ.5.6 કરોડના ખર્ચે બ્રિજ બનવાથી લોકોને જામનગરના ટ્રાફિક પર ગયા વગર એઈમ્સ જઈ શકાશે:આનંદ પટેલ
રૂ.5.6 કરોડના ખર્ચે બ્રિજ બનવાથી લોકોને જામનગરના ટ્રાફિક પર ગયા વગર એઈમ્સ જઈ શકાશે:આનંદ પટેલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશ વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે.નવોન્યારી ઈ.એસ.આર, જેટલો ડબલ્યુ.ટી.પી. તેમજ સ્કુલની ચાલતી કામગીરીની સમિક્ષા કરતા મ્યુ. કમિશ્નર ચાલુ પ્રોજેક્ટોની કામગીરી ઝડપી અને લોકોને વહેલીતકે પ્રાપ્ત થાય.

Visit Saurashtra Kranti Homepage here

તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે  નવો ન્યારી ઈ.એસ.આર.કાલાવડ રોડ પર, જેટલો  ડબલ્યુ.ટી.પી., વોર્ડ નં.3માં એઈમ્સ રોડ પર બ્રિજ અને વોર્ડ નં. 4માં ભગવતીપરા સ્કૂલની ચાલતી કામગીરીની સમીક્ષા મુલાકાત કરી હતી. ચાલુ કામગીરી ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરશ્રીએ સંબંધિત અધિકારી અને એજન્સીને સુચના આપી હતી.મ્યુનિ. કમિશનરશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, એઈમ્સ જતા રસ્તા પર 30 મીટર ડી.પી. રોડ પર રૂ. 5.06 કરોડના ખર્ચે આ બ્રિજ બનવાથી લોકોને જામનગર પરના ટ્રાફિક પર ગયા વગર જ એઈમ્સ હોસ્પિટલ સુધી જવામાં સરળતા રહેશે.

આ રસ્તો એઈમ્સ હોસ્પિટલ તરફ જતો હોઇ, રાજકોટ શહેરનાં તમામ નાગરિકો તેમજ સૌરાષ્ટ્રનાં જુદા જુદા સ્થળોથી આવતા તમામ દર્દીઓ માટે ઉપયોગી થશે. અમદાવાદ, સુરેન્દ્રનગરથી આવતા લોકોને જામનગર રોડ ગયા વગર સીધા બાયપાસ રીંગ રોડથી એઈમ્સ હોસ્પિટલ પહોંચી શકાશે.ભગવતીપરા હાયર સેક્ધડરી સ્કૂલ બીલ્ડીંગ 29000ચો.મી.નાં પ્લોટ એરિયામાં રમત ગમતના મેદાન સાથે 3160 ચો.મી. બિલ્ડિંગ એરિયામાં કુલ 2520 ચો.મી.નાં બાંધકામમાં 50 રૂમ તથા કેન્ટીન, બેડમિન્ટન કોર્ટ વગેરેનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. હાલઆરસીસી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને રીટેઈનીંગ વોલની કામગીરી ચાલી રહી છે તેમ મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

નવો ન્યારી ઈએસઆર અને જેટલો ડબલ્યુટીપીની ચાલુ કામગીરી અંગે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે એજન્સીના પ્રતિનિધિ સાથે કામગીરી અંગે રીવ્યુ મેળવ્યા હતા અને ઝડપી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર  આનંદ પટેલ સાથે સિટી એન્જી.  એચ.એમ.કોટક,  કે. પી. દેથારીયા,  અઢીયા, પી.એ.(ટેક.)ટુ કમિશનર  હિમાંશુદવે, ડી.ઈ.ઈ. પાર્થ પરમાર,  સંજીવ છૈયા,   ચેતન મોરી,  વિજય ગોહિલ અને એજન્સીના પ્રતિનિધિ  ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here