જૂના ૧ કરોડ વસૂલવા રાજકોટના ૧૧૮ કેબલ ઓપરેટરોને કલેકટર તંત્રની નોટીસ

જૂના ૧ કરોડ વસૂલવા રાજકોટના ૧૧૮ કેબલ ઓપરેટરોને કલેકટર તંત્રની નોટીસ
જૂના ૧ કરોડ વસૂલવા રાજકોટના ૧૧૮ કેબલ ઓપરેટરોને કલેકટર તંત્રની નોટીસ
રાજય સરકારી સુધી સુચના બાદ રાજકોટ શહેરના ૧૧૮ કેબલ ઓપરેટર પાસેથી રૂા. ૧ કરોડથી વધુ બાકી મનોરંજન કરની પઠાણી ઉઘરાણી કરી મિલકત જપ્તીની નોટીસ ફટકારતા ઓપરેટર્સને દોડધામ થઇ પડી છે.

Visit Saurashtra Kranti Homepage here

કેબલ ઓપરેટર્સ જે તે વખતે નાણા ભર્યા છે કે નહી ? તેનો પુરાવો કેબલ ઓપરેટસે જ આપવાનો રહેશે અને ત્‍યારબાદ વહીવટી તંત્ર દ્વારા તેની ચકાસણી કરી કિલનચીટ અપાશે તેમ જવાબદાર અધિકારીઓએ જણાવ્‍યું હતું.માહિતી વિભાગના સચિવ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને તાત્‍કાલીક સરકારી લેણું વસુલવા તાકીદ કરતો પત્ર લખવામાં આવ્‍યો હતો. સરકારની સુચના બાદ રાજકોટ જિલ્લા કલેકટર તંત્રે સીધું એકશન મોડમાં આવી ગયું હતું અને કેબલ ઓપરેટર્સે જે તે સમયે નાણાં ભર્યા છે કે કેમ ? શહેરના ૧૧૮ જેટલા જુના કેબલ ઓપરેટરને મિલકત જપ્‍તીની નોટીસ ફટકારી છે.

Read Saurashtra Kranti E-Paper here

રાજકોટ શહેરના અલગ-અલગ મામલતદારોએ ફટકારેલી નોટીસમાં એવું સ્‍પષ્‍ટ જણાવ્‍યું છે કે, આથી સરકારી ફરજની રકમ રૂપિયા તથા વ્‍યાજ અને પ ટકા રિકવરી સર્વિસ ચાર્જ હવે તમારે એક જ હપ્તે ભરવાના થાય છે. તે રકમ ભરી આપવાનો તમોને લે.રે.કો.કલમ ૧પર તળે નોટીસ આપી જાણ કરવામાં આવેલ છે તેમ છતા તમોએ નિયત સમય મર્યાદામાં રકમ ભરપાઇ કરવાની કોઇ દરકાર કરેલ નથી આથી તમોને આ નોટીસથી ખબર આપવામાં આવે છે કે સદરહું સરકારી લેણાની રકમ તમારી સ્‍થાવર કે જંગમ મિલકત જપ્તીમાં લઇ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here