લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર SMCની ટીમે હોટેલના કમ્પાઉન્ડમાંથી રૂા.41.20 લાખનો દારૂ જપ્ત કર્યો

લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર SMCની ટીમે હોટેલના કમ્પાઉન્ડમાંથી રૂા.41.20 લાખનો દારૂ જપ્ત કર્યો
લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર SMCની ટીમે હોટેલના કમ્પાઉન્ડમાંથી રૂા.41.20 લાખનો દારૂ જપ્ત કર્યો
લીંબડી- રાજકોટ નેશનલ હાઇવે પર આવેલી રવિરાજ હોટલના કંપાઉન્ડમાંથી ઇંગ્લિશ દારૂ તેમજ બીયર 13,351 કિંમત રૂ. 41,19,700, ટ્રક 15 લાખ, સફેદ પાવડર 140 બોરી કિંમત રૂ.40,600, રોકડા 2950 અને બે મોબાઈલ જેની કિંમત 1000 જીપીએસ નંગ એક જેની કિંમત 1000 સહિત ફૂલ રૂ.56.65 લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે ટ્રક ચાલકની અટકાયત કરાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઝડપાયેલ ટ્રક ચાલક સહિત ફૂલ 06 શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસએમસીની રેડથી સ્થાનિક પોલીસની તથા તેની સર્વેલન્સ ટીમની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ઝડપાયેલ ટ્રક ચાલક જબુરામ રામકિશન ગૂર્જર તાલુકો થાના ઘાંચી જિલ્લો અલવર રાજસ્થાન તથા માલ ભરેલી ટ્રક આપનાર મહેન્દર છીતરરામ રહે. નારાયણપુર રાજસ્થાન અન્ય મોબાઈલ નંબર ધારણ નામઠામની ખબર નથી તે વ્યક્તિએ ટ્રક ટ્રેલરમાં દારૂનો જથ્થો ભરાવી મોકલી આપી તથા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડી જે ટ્રક- ટ્રેલરનું પાયલોટિંગ કરનાર ગાડી ચાલક તથા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો અજાણ્યો માણસ જેને વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને દારૂનો જથ્થો ભરેલી ટ્રક- ટેલરનો માલિક તથા તપાસમાં અન્ય જે ખૂલે તેની સામે ગુનો દાખલ કરાયો છે.

ત્યારે એસએમસી દ્વારા પકડવામાં આવેલ દારૂના જથ્થાની તપાસ સુરેન્દ્રનગર એલસીબીને સોંપવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના પોલીસ સ્ટેશનના પીએસઆઇઓની બદલી કરવામાં આવી છે ત્યારે સાયલા પીએસઆઇને ફરજ પર આવ્યે માત્ર બે દિવસ જ થયા છે ત્યાં એસએમસીની ટીમે દારૂનો મોટો જથ્થો પકડતા ઘણા સવાલો ઉભા થયા છે.

Read About Weather here

એસએમસી દ્વારા દારૂ પોલીસ સ્ટેશન લાવ્યા બાદ મીડિયા કર્મી ફોટોગ્રાફી તેમજ વિઝયુઅલ કરવા માટે કેમ દૂર રાખવામાં આવતા હતા, એસએમસીના પીએસઆઇ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં શું કોઈ શંકા હતી, એસએમસીના પીએસઆઇ સ્થાનિક બ્રાન્ચોમાં ફરજ બજાવી ચૂક્યા છે તો શું કરેલી કામગીરીમાં ફેરફાર કરવાનો હતો તેવા અનેક સવાલો આ રેડ દરમિયાનની કામગીરીમાં ઉપસ્થિત સ્થાનિકો અને નજરે જોનારાઓમાં થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here