રાજકોટ:સોની વેપારીઓનું આશરે રૂ.2 કરોડની કિંમતનું સોનુ લઈ બે બંગાળી કારીગર ફરાર

રાજકોટ:સોની વેપારીઓનું આશરે રૂ.2 કરોડની કિંમતનું સોનુ લઈ બે બંગાળી કારીગર ફરાર
રાજકોટ:સોની વેપારીઓનું આશરે રૂ.2 કરોડની કિંમતનું સોનુ લઈ બે બંગાળી કારીગર ફરાર
રાજકોટમાં સોની વેપારીઓનું આશરે રૂ.2 કરોડની કિંમતનું સોનુ લઈ બે બંગાળી કારીગર ફરાર થઈ ગયા છે. આશરે 3 કિલો જેટલું સોનુ હોવાની ચર્ચા થઈ રહી છે. આ મામલો એ.ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે પણ હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી. અવાર નવાર બંગાળી કારીગરો સોનુ લઈ ફરાર થતા હોય.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે વધુ એક વાર મોટી કિંમતનું સોનુ જતા વેપારીઓમાં ચિંતા સાથે સોની બજારમાં ચકચાર મચી છે. ફરાર થયેલા કારીગરમાં એકનું નામ અફઝલ અલી અને બીજાનું નામ અશરફ અલી હોવાની ચર્ચા થઈ રહી છે. જેને પગલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એક ટીમ પશ્ચિમ બંગાળ તપાસ માટે દોડવાઈ છે તેવું સૂત્રોએ જણાવ્યું છે.આ અંગે મળતી વિગત મુજબ, રાજકોટ સોની બજારના મોટા ગજાના સોની વેપારીઓનું 2 કરોડની કિંમતનું સોનું લઈ બે બંગાળી કારીગર ફરાર થઇ ગયા છે.

Read About Weather here

અફઝલ અલી અને અશરફ અલી સોની વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં સોનુ લેતા અને ઘરેણાના ઘાટ ઘડી આપતા હતા. ગઈકાલે સાંજે એ. ડિવિઝન પોલીસ સમક્ષ આ મામલો પહોંચ્યો હતો.જે પછી એક ટીમ પશ્ચિમ બંગાળ તપાસમાં ગઈ છે. કુલ 3 કિલો સોનુ છે જેમાં મોટા ભાગનું એક જ વેપારીનું સોનુ છે. બાકી નાના પ્રમાણમાં બીજા કેટલાક વેપારીઓનું પણ સોનુ છે. હજુ કેટલાક વેપારીઓ સામે પણ ન આવ્યા હોય તેવું પણ બની શકે છે. પોલીસે આજે વેપારીઓને બિલ રજૂ કરવા જણાવ્યું છે. જેથી સત્તાવાર આંકડો હવે સામે આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here