ગુજરાત ટુરીઝમ દ્વારા 2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે

ગુજરાત ટુરીઝમ દ્વારા 2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે
ગુજરાત ટુરીઝમ દ્વારા 2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તા.2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે. ઉદ્ઘાટન પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રેઈન મેરેથોન સહિતના કાર્યક્રમોનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમ્યાન અનેક કાર્યક્રમ યોજાશે જેમાં ભાગ લેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રવાસીઓને એકતાનગરના આંગણે પધારવા આહવાન કરવામાં આવ્યું છે.
‘મેઘ મલ્હાર’નું ઉદઘાટન ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાશે, આ રંગારંગ કાર્યક્રમમાં ગુજરાતના અન્ન અને નાગરીક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષાના મંત્રી અને નર્મદા જીલ્લાના પ્રભારી ભિખુસિંહજી પરમાર, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જીલ્લા પંચાયત નર્મદા પ્રમુખ પર્યુષાબેન વસાવા ખાસ ઉપસ્થિત રહેશે.ઉદઘાટન સત્રના પહેલા રંગારંગ ઉદઘાટન પરેડ પણ યોજાશે તેમાં ઉપસ્થિત મહાનુભાવો અને પ્રવાસીઓ પણ જોડાશે. તા.2થી 10 સપ્ટેમ્બર 2023 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, રેઈન રન મેરેથોન, તથા શુક્ર, શની અને રવિવાર અને જાહેર રજાઓના દિવસોમાં સવિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.

Read About Weather here

આ સિવાય પ્રતિદિન સ્થાનિક કલાકારો દ્વારા અનેક કાર્યક્રમોની પ્રસ્તુતિની ઝાંખી કરવામાં આવનાર છે. આ સિવાય, ક્રાફટ અને ફૂડ સ્ટોલ, મોન્સૂન થીમ પર સુશોભન અને યુવાનોને આકર્ષતી અનેક પ્રકારની એડવેન્ચર એકટીવીટી, વિવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવશે.
પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રવાસીના પ્રવાસને ફોટો સેલ્ફી અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી યાદગાર બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે મોન્સૂન ફેસ્ટીવલ ‘મેઘ મલ્હાર-2023’નું તા.2થી 10 સપ્ટેમ્બર 2023 દરમ્યાન ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here