ગાંધીનગર:આજે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક:પાણી, વીજળી સહિત વિવિધ મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર:આજે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક:પાણી, વીજળી સહિત વિવિધ મુદ્દે થશે ચર્ચા
ગાંધીનગર:આજે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક:પાણી, વીજળી સહિત વિવિધ મુદ્દે થશે ચર્ચા
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં રાજ્યના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવશે. મહત્વનું છે કે ગાંધીનગર ખાતે દર બુધવારે કેબિનેટ બેઠક યોજાય છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ વખતે બુધવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી આજે એટલે કે મંગળવારે સવારે 10.00 વાગ્યે બેઠક યોજાશે. કેબિનેટ બેઠકમાં વિધાનસભાના આગામી ચોમાસું સત્ર અંગે ચર્ચા થશે. ચોમાસું સત્ર દરમિયાન સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરનાર વિધેયક અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ વાયબ્રન્ટ ગુજરાતના આયોજન અંગે કેબિનેટમાં સમીક્ષા થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટ બેઠકમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં પાણીની સમસ્યા અંગે ચર્ચા થશે. સાથે જ વીજળીની ઉપલબ્ધતા અંગે બેઠકમાં સમીક્ષા કરાશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં શ્રીકાર વરસાદ વરસ્યો હતો.

Read About Weather here

આ બે મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાને ખમૈયા કહેવું પડે એવો તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જોકે, ઓગસ્ટ મહિનામાં મેઘરાજા મૂડમાં જ ન હોય એ રીતે ખાસ વરસાદ વરસ્યો નથી. તેથી વરસાદ ખેંચાયા બાદ કેટલાક વિસ્તારના ખેડૂતો પાણી અને વીજળીની માંગણી કરી રહ્યા છે. આજની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે જન્માષ્ટમી પર વિવિધ જગ્યાએ લોકમેળા યોજાય છે, તો ધાર્મિક સ્થળોએ પણ લોકોની ભારે ભીડ જામે છે. જેથી જન્માષ્ટમીનો તહેવાર શાંતિ અને સલામતી વચ્ચે ઉજવાય તે રીતનું આયોજન અને સુરક્ષાની સમીક્ષા પણ આજની બેઠકમાં કરાશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here