ભારતીય ટીમે મહિલા એશિયાઈ હોકી 5 વર્લ્ડ કપ ક્વોલિફાય:આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં જગ્યા ફાઈનલ

ભારતીય ટીમે મહિલા એશિયાઈ હોકી 5 વર્લ્ડ કપ ક્વોલિફાય:આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં જગ્યા ફાઈનલ
ભારતીય ટીમે મહિલા એશિયાઈ હોકી 5 વર્લ્ડ કપ ક્વોલિફાય:આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં જગ્યા ફાઈનલ
ભારતીય મહિલા હોકી ટીમે થાઈલેન્ડને 7-2થી હરાવીને જીત મેળવી છે. ભારતીય ટીમે મહિલા એશિયાઈ હોકી 5 વર્લ્ડ કપ ક્વોલિફાયર જીતી લીધું છે અને આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં જગ્યા ફાઈનલ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને થાઈલેન્ડની ટીમને વધુ ગોલ કરવાનો મોકો ના આપ્યો. ભારત માટે મારિયાના કુજૂર (બીજો, 8મી મિનિટ) અને જ્યોતિ (10મો, 27મી મિનિટ)એ બે-બે ગોલ કર્યા. મોનિકા ટોપ્પો (7મો), કેપ્ટન નવજોત કૌર (23મો) અને મહિમા ચૌધરીએ એક-એક ગોલ કર્યો. કુંજિરા ઈનપા (5મો) અને સાનપૌંગ કોર્નકાનોક (5મો)એ થાઈલેન્ડ માટે ગોલ કર્યા. આવતા વર્ષે મસ્કટમાં 24-27 જાન્યુઆરી દરમિયાન થનાર હોકી 5 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી દીધું છે. અગાઉ નવજૌત કોરે હેટ્રિક ફટકારતા ભારતે મલેશિયાને 9-5થી હરાવ્યું હતું અને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. નવજૌત (7મો, 10મો અને 17મી મિનિટ) હેટ્રિક લગાવી, મારિયાના કુજુર (નવમો, 12મી મિનિટ), જ્યોતિ (21મો અને 26મી મિનિટ)એ બે-બે ગોલ ફટકાર્યા હતા. મોનિક્કા દિપી ટોપ્પા (22મી મિનિટ) અને મહિમા ચૌધરી (14મી મિનિટ)એ એક એક ગોલ ફટકાર્યો હતો. મલેશિયા માટે જૈતી મોહમ્મદ (ચોથો, 5મી મિનિટ), ડિયાન નજેરી (10મો, 20મી મિનિટ), અજીજ જાફિરાહ (16મી મિનિટ)એ ગોલ કર્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમના તમામ પ્લેયર્સને 2 લાખ રૂપિયા અને સહયોગી સ્ટાફને 1 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Read About Weather here

ભારતીય ખેલાડીઓનો કમાલ
ભારતીય હોકી ટીમે ગોલ કર્યા પછી થાઈલેન્ડે એકપછી એક બે ગોલ મારીને વાપસી કરી, પરંતુ ભારતીય ટીમ સતત શાનદાર પ્રદર્શન કરી રહી હતી. થાઈલેન્ડના પ્લેયર્સ ભારતીય ડિફેન્સને પછાડી શક્યા નહોતા, આ કારણોસર થાઈલેન્ડે હારનો સામનો કરવો પડ્યો હતો. ગોલ કરવાની અનેક તક મળવા છતાં થાઈલેન્ડની ટીમ ગોલ કરી શકી નહોતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here