ગુજરાત યુનિવર્સિટીના દ્વારા નિર્ણય:આઈકાર્ડ ફરજિયાત કરાયા છે, સાથે જ રજિસ્ટ્રેશન પણ ફરજિયાત 

ગુજરાત યુનિવર્સિટીના દ્વારા નિર્ણય:આઈકાર્ડ ફરજિયાત કરાયા છે, સાથે જ રજિસ્ટ્રેશન પણ ફરજિયાત 
ગુજરાત યુનિવર્સિટીના દ્વારા નિર્ણય:આઈકાર્ડ ફરજિયાત કરાયા છે, સાથે જ રજિસ્ટ્રેશન પણ ફરજિયાત 
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બહારથી આવીને સ્ટંટ કરતા નબીરાઓનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં નબીરાઓએ જોખમી રીતે અડધા ડઝન જેટલી કાર એક સાથે લાઈનમાં ચલાવી હતી. આ બાબતની ગંભીરતા દાખવીને હવે ગુજરાત યુનિવર્સિટીના વહીવટી તંત્ર દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વો પ્રવેશ ન કરે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સ્ટીકર પ્રથા અમલમાં મુકાઈ છે, આઈકાર્ડ ફરજિયાત કરાયા છે, સાથે જ રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરાયું છે. આ નિર્ણય બાદ યુનિવર્સિટી દ્વારા ગૂગલ ફોર્મ તમામ વિભાગને મોકલવામાં આવ્યા હતા. જેમાં વિભાગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રોફેસર, કર્મચારીઓ સહિત તમામની વિગત મેળવવામાં આવી હતી. જે બાદ તમામને સ્ટીકર લેવા આદેશ પણ કરવા આવ્યો હતો. આપને જણાવી દઈએ કે યુનિવર્સિટી દ્વારા અગાઉ સ્ટીકર દ્વારા પ્રવેશ આપવાનો નિણર્ય કરાયો હતો. યુનિવર્સિટીઓમાં પ્રવેશવા સ્ટીકર સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. વાહન પર સ્ટીકર હોય તે જ વાહનને પ્રવેશ આપવા નિર્ણય કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશવા માટે હવે આઈકાર્ડ ફરજિયાત કરાયું છે. આઈકાર્ડ વગર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ વિદ્યાર્થીઓ હવે આઈકાર્ડ વગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચશે તો તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં. ટ્રાયલ બેઝમાં અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને આઈકાર્ડ ફરજિયાત કરાયા છે.

Read About Weather here

જ્યારે મુલાકાતીઓને રજિસ્ટરમાં એન્ટ્રી કરીને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં મુલાકાતીઓને રજિસ્ટ્રેશન કરાવીને એક ચિઠ્ઠી લખીને પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમોના અમલ માટે ગુજરાત યુનિવર્સિટીમાં આજથી ટ્રાયલ બેઝ પર ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અત્યારે યુનિવર્સિટીના 2 દરવાજા સિવાયના અન્ય દરવાજા બંધ કરાયા છે. જ્યારે હોસ્ટેલ તરફથી આવતા ગેટ પર બેરિકેડિંગ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here