ઇન્ડોનેશિયાના બાલી બ્લાસ્ટનો આરોપી અબુ બકર બશીર ટૂંક સમયમાં મુક્ત થશે

ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં ભયાનક બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઇન્ડ હવે જેલમાંથી મુક્ત થઇ રહૃાો છે. અબુ બકર બશીર નામના આ આતંકી પર ૨૦૦૨માં બાલીમાં બોમ્બ વિસ્ફોટની યોજના બનાવી હોવાનો આરોપ હતો.

આ ઘટનામાં ૨૦૦થી વધુ લોકોના જીવ ગયા હતા. બોમ્બ વિસ્ફોટની આ ઘટનાથી સમગ્ર વિશ્ર્વ હચમચી ગયું હતું. હવે સરકારનું કહેવું છે કે બશીરની જેલની મુદ્દત પુરી થઇ છે. તેથી તેને મુક્ત કરવામાં આવી રહૃાો છે.

૮૨ વર્ષના અબુ બકર બશીરને ઇન્ડોનેશિયાના સૌથી કુખ્યાત કટ્ટરપંથી માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોની નજરમાં તે હજુ પણ આધ્યાત્મક નેતા છે. બશીર ઇન્ડોનેશિયાના ધાર્મિક નેટવર્ક જેમાહ ઇસ્લામિયાનો નેતા પણ છે. જેમાહ ઇસ્લામિયા નેટવર્કનું કનેક્શન અલકાયદા સાથે જોડવામાં આવે છે.

ઇન્ડોશિયાની સરકારે મંગળવારે કહૃાું કે બશીરને શુક્રવારે ૮ જાન્યુઆરીએ જેલમાંથી મુક્ત કરી દેવાશે. જેમાહ ઇસ્લામિયા પર આરોપ છે કે તેણે ઇન્ડોનેશિયામાં ઘણા મોટા બોમ્બ વિસ્ફોટ કરાવ્યા છે. તેના લોકોને અફઘઆનિસ્તાન, પાકિસ્તાન અને ફિલિપાઇન્સમાં ટ્રેનીંગ અપાઇ હતી.