CMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપીને સરકારી અધિકારીઓમાં રોફ જમાવતો લવકુશ નામનો વ્યક્તિ ઝડપાયો

CMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપીને સરકારી અધિકારીઓમાં રોફ જમાવતો લવકુશ નામનો વ્યક્તિ ઝડપાયો
CMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપીને સરકારી અધિકારીઓમાં રોફ જમાવતો લવકુશ નામનો વ્યક્તિ ઝડપાયો
લવકુશ દ્વિવેદીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીના કાકા ઉંઝામાં પેઢી ધરાવે છે અને તેઓ વેપાર ધંધો કરે છે. જીએસટી વિભાગના અધિકારી દ્વારા આ પેઢી પર સ્થળ તપાસ કરી હતી અને પેઢીનાં કેસની તપાસના કામે નોટિસ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જીએસટીના અધિકારીઓ દ્વારા તેના કાકાની વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી ન થાય તે માટે પોતે સીએમઓના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી હતી. તેમજ જીએસટી વિભાગના અધિકારીને ધાક ધમકી પણ આપી હતી. જીએસટીના અધિકારી ને શંકા જતા તેમણે સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરીને ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં સાઇબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેણે કોઈ સાથે મોટી છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે પણ તપાસ તેજ કરી છે. આરોપીએ ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં આ હોદ્દાની ઓળખ આપીને રોફ જમાવી કામ કરાવ્યું છે કે કેમ તે અંગે પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમએ તપાસ કરી આરોપીને ઝડપી લીધો છે.

Read About Weather here

આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો છે અને વર્ષ 2017થી સાણંદના નિધરાડમાં રહે છે. જેનો મૂળ વ્યવસાય કર્મકાંડનો છે અને ખાનગી સિક્યુરિટી પ્રોવાઇડર તરીકે પણ કામ કરે છે. આરોપી અનેક રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેનો લાભ ઉઠાવતો હતો. સોશિયલ મીડિયા તેમજ ટુકોલરમાં પોતે સીએમઓના ઓફિસર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here