રશિયા ટૂંક સમયમાં મહાવિનાશક મિસાઇલના પરીક્ષણની તૈયારીમાં

આ મિસાઇલ ૧૦ હજાર કિમી સુધી પ્રહાર કરવામાં સક્ષણ સાથે હથિયારો પણ લઇ જઇ શકે છે

અમેરિકા અને યૂરોપના દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયા પોતાની નવી મહાવિનાશક મિસાઈલનું પરીક્ષણ કરવા જઈ રહૃાું છે. લગભગ ૧૦ હજાર કિલોમીટર સુધી આકરા પ્રહાર કરવામાં સક્ષમ એવી રશિયાની આ મિસાઈલ પરમાણું હથિયારો લઈ જવામાં પણ સક્ષમ છે. આ મિસાઈલની વિધ્વંશક ક્ષમતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે તે એક જ પ્રહારમાં આખે આખા ફ્રાંસનો ખાતમો બોલાવી શકે છે.

આ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ આઇસીબીએમનું નામ આરએસ-૧૮ સરમત છે. નાટો દેશ આ કિલર મિસાઈલને સટાન-૨ નામથી પણ જાણવામાં આવે છે. જાણો આ મિસાઈલને લઈને સંપૂર્ણ માહિતી.

આરએસ-૧૮ મિસાઈલ પોતાની સાથે એક સાથે વિશાળ થર્મોન્યૂક્લિયર બોમ્બ કે પછી ૧૬ નાના પરમાણું બોમ્બ લઈ જવામાં સક્ષમ છે. એટલુ જ નહીં રશિયાના સુરક્ષાબળો ઈચ્છે તો થર્મોન્યૂક્લિયર બોમ્બની સાથે નાના પરમાણું બોમ્બ પર ફિટ કરીને આ મિસાઈલને છોડી શકે છે. રશિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પોતાની ભયંકર પ્રહાર ક્ષમતાના કારણે આ મિસાઈલ દૃુશ્મન દૃેશોના એર ડિફેંસ સિસ્ટમનો પણ નાશ વાળી શકે છે. આ મિસાઈલનું વજન જ ૧૦૦ ટન છે અને તે ૧૦,૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. તેના એક જ વારમાં આખેઆખુ ફ્રાંસ રાખ બની શકે છે. ઇજી-૧૮ દૃુનિયાની સૌથી ભારે મિસાઈલ છે.

રશિયા આ પરીક્ષણ એવા સમયે કરવા જઈ રહૃાું છે જ્યારે રશિયાના રક્ષામંત્રીએ દેશના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિનને જણાવ્યું હતું કે, તે ડિસેમ્બર મહિનામાં નવી હાઈપરસોનિક મિસાઈલ અનેક ટેસ્ટ તે ઓપરેશનલ થઈ ગઈ છે. રશિયાના અધિકારીએ જણાવ્યું છે કે, સરમત મિસાઈલ ૨૦૨૨ સુધી સ્ટ્રેટેજિક મિસાઈલ ફોર્સમાં શામેલ થઈ જશે. રશિયાના ઉપરક્ષા મંત્રી એલેક્સી ક્રિવોરૂચકોએ જણાવ્યું હતું કે, ઇજી-૧૮ મિસાઈલનું ગમે તે ઘડીએ ટેસ્ટ થઈ શકે છે. તેમણે કહૃાું હતું કે, આ મિસાઈલનો હથિયારોથી અલગ થવાનો ટેસ્ટ સફળ રહૃાો છે. નજીકના ભવિષ્યમાં મિસાઈલનું લાઈટ ટેસ્ટ કરવામાં આવશે.