રાજકોટ સહિત રાજ્યભરમાં પાન-મસાલાના વેપારીઓ પર સ્ટેટ GSTનું મેગા સર્ચ ઓપરેશન

રાજકોટ સહિત રાજ્યભરમાં પાન-મસાલાના વેપારીઓ પર સ્ટેટ GSTનું મેગા સર્ચ ઓપરેશન
રાજકોટ સહિત રાજ્યભરમાં પાન-મસાલાના વેપારીઓ પર સ્ટેટ GSTનું મેગા સર્ચ ઓપરેશન
વર્મા અને ગુજરાત રાજ્યમાં આવકવેરા વિભાગની સાથો સાથ સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ લાંબા સમય બાદ સક્રિય બની છે. કર ચોરી કરનાર કંપનીઓને પેઢીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરી ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે લાવી રહ્યું છે .

Visit Saurashtra Kranti Homepage here

ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પણ પકડી રહ્યું છે ત્યારે આ જ વહેલી સવારથી જ સ્ટેટ જીએસટીની ઇન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા સમગ્ર રાજ્યમાં પાન મસાલા અને આયાતી સિગરેટ ના વિક્રેતાઓ ઉપર સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગેની જાણ થતા જ વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.  રાજકોટ સહિત રાજયમાં વિવિધ સ્થળોએ પાન-મસાલાનાં ડિલરોને ત્યાં દરોડા પાડી કરચોરી સંદર્ભે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગને છેલ્લા કેટલાંક સમયથી પાન-મસાલાનાં વિક્રેતાઓ ઉપર ચાંપતી નજર રાખી રહી હતી. જેમાં આયાતી સિગરેટનો વ્યાપાર કરી રહેલા વેપારીઓ  દ્વારા ઇમ્પોર્ટેડ સિગારેટનો કાચી ચિઠ્ઠી ઉપર વેપાર કરી મોટી રકમની જીએસટી ચોરી કરતા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી.

આદ વિભાગના અધિકારીઓએ ગુપ્ત રાહે તપાસ આરંભી હતી. આ ફરીયાદોના પગલે આજે વહેલી સવારેથી જ સ્ટેટ એન્ફોર્સમેન્ટની જુદી જુદી ટીમોએ રાજકોટ, મોરબી, સુરત અને કચ્છ સહિત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત વલસાડ ખાતે વ્યાપક દરોડા પાડી કરચોરી અંગે સઘન તપાસણી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વલસાડ જિલ્લામાં સ્ટેટ જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એટલુંજ નહીં વલસાડ જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર જીએસટી વિભાગની અલગ અલગ ટીમ ત્રાટકી છે. ટોબેકોના હોલસેલ વેપારીઓની દુકાનમાં અત્યાર સુધીમું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જીએસટી બિલો સહિત તમામ સામનોની તપાસ હાથ ધરાઈ છે. એટલુંજ નહીં મોટા પ્રમાણમાં બિલ વગર તમાકુ ગેરકાયદેસર હેરાફેરી કરતા હોવાની  બાતમી મળતા ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

Read About Weather here

બીજી તરફ વાપીમાં શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર તથા આર.એસ ટ્રેડર્સ નામની દુકાનમાં સર્ચ તો વલસાડમાં પણ 3થી 4 દુકાનોમાં સર્ચ હાથ ધરાયુ છેઅત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજયમાં અનેક પાન-મસાલાનાં વેપારીઓ છેલ્લા કેટલાંક સમયથી ઇમ્પોર્ટેડ સિગારેટની બારોબાર આયાત કરી અને કર ભર્યા વિના વેચાણ કરી અને મોટી રકમની જીએસટી ચોરી કરતા હોવાની બાબતો સ્ટેટ જીએસટીનાં ધ્યાને આવી હતી. આથી આજરોજ સવારથી જ રાજકોટ, મોરબી, સુરત અને કચ્છમાં એન્ફોર્સમેન્ટની ટીમો ત્રાટકી છે અને પાન-મસાલાનાં ધંધાર્થીઓને ત્યાં સઘન તપાસો હાથ ધરી છે. આ દરોડાની કાર્યવાહી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે અને જીએસટીનાં ઉચ્ચ અધિકારીઓએ આ દરોડા અંગે મૌન સેવી લીધુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here