લદ્દાખના કારગિલમાં મોટો અકસ્માત : દુકાનમાં ઘમાકેદાર બ્લાસ્ટ થતાં 3ના મોત:9 ઇજાગ્રસ્ત

લદ્દાખના કારગિલમાં મોટો અકસ્માત : દુકાનમાં ઘમાકેદાર બ્લાસ્ટ થતાં 3ના મોત:9 ઇજાગ્રસ્ત
લદ્દાખના કારગિલમાં મોટો અકસ્માત : દુકાનમાં ઘમાકેદાર બ્લાસ્ટ થતાં 3ના મોત:9 ઇજાગ્રસ્ત
લદ્દાખના કારગિલ જિલ્લામાં શુક્રવારે એક દુકાનની અંદર એક શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ થવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈ કારગિલના ડેપ્યુટી કમિશનર શ્રીકાંત સુસેએ જણાવ્યું કે, નવ ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે.

Visit Saurashtra Kranti Homepage here

અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ દ્રાસના કબાડી નાલા વિસ્તારમાં ભંગારના વેપારીની દુકાનની અંદર થયો હતો. કારગિલ જિલ્લામાં એક દુકાનની અંદર વિસ્ફોટ થવાની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. આ ઘટનાને લઈ ડેપ્યુટી કમિશનર સુસેએ કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. ડીસી કારગીલ અને એસએસપી કારગિલ જીલ્લા હોસ્પિટલ કારગિલ કુરબાથાંગની મુલાકાત લઈને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, દ્રાસ વિસ્તારમાં કબાડી નાળામાં ભંગારના વેપારીની દુકાનમાં વિસ્ફોટમાં જમ્મુના 2 મજૂરો સહિત 3 મજૂરોના મોત થયા છે. ભંગારની દુકાનમાં થયેલો આ વિસ્ફોટ જોરદાર હતો. એવું કહેવાય છે કે, કામદારો દ્વારા સ્ક્રેપ તરીકે લેવામાં આવેલા સાધન સાથે છેડછાડ દરમિયાન વિસ્ફોટ થયો હતો.

Read About Weather here

મૃતકોની ઓળખ ખયાદલ દ્રાસના શબ્બીર અહેમદ, વિનોદ કુમાર અને સંગીત કુમાર તરીકે થઈ છે. વિનોદ કુમાર અને સંગીત કુમાર જમ્મુના નરવાલના રહેવાસી છે. બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્રીજાનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનાને લઈ રેડક્રોસ ફંડ હેઠળ મૃતકોના પરિવારજનોને કેટલીક વચગાળાની રાહત પણ આપવામાં આવી રહી છે. દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર અને કારગિલ પોલીસે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દ્રાસ પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here