કુલ 96 દરખાસ્તોમાંથી 15 દરખાસ્તો પેન્ડિંગ

કુલ 96 દરખાસ્તોમાંથી 15 દરખાસ્તો પેન્ડિંગ
કુલ 96 દરખાસ્તોમાંથી 15 દરખાસ્તો પેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ આજે બપોરે 12 કલાકે રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવી હતી. આ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં કુલ 96 દરખાસ્તો મુકવામાં આવી હતી. જેમાં 15 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

કુલ 81 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. રૂા.30 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા.30 કરોડના વિકાસકામોને મંજૂર કરાયા છે.શહેરમાં પાઈપલાઈનની સુવિધા વિહોણા વિસ્તારોમાં ટેન્ડર/ટ્રેકટર દ્વારા પાણી વિતરણ કરવાના કામ અંગે રૂા.5,54,60,679 મંજૂર કરાયા છે.વોર્ડ નં.18 માં કોઠારીયા સોલવન્ટ ફાટકની બાજુમાં આવેલ 24 મીટર રોડને ડેવલપ કરવાના કામ અંગે રૂા.7,39,79,500 મંજૂર કરાયા છે.વોર્ડ નં.3 માં રેલનગર વિસ્તારમાં આવેલ અન્ડરબ્રિજમાં ગ્રાઉટીંગ કરી વોટર પ્રુફીંગ કરવાના કામ અંગે રૂા.57,05,071 મંજૂર કરાયા છે.વોર્ડ નં.18 માં આવેલ અર્જુન પાર્ક, શણગાર વાટિકા વિગેરે સોસા.ના રસ્તાઓ મેટલીંગ કરવાના કામ અંગે રૂા.34,05,887 મંજૂર કરાયા છે.

Read About Weather here

વોર્ડ નં.18 માં રેલ્વે ટ્રેક નાલાથી, સરદાર ઈન્ડ. રોડ પર વરસાદી પાણીની લાઈન નાખવાના કામ અંગે રૂા.70,64,780 મંજૂર કરાયા છે.વોર્ડ નં.18 માં તાલુકા શાળાથી સ્વાતિ પાર્ક ટાંકા સુધી વોંકળામાં વરસાદી પાણીની લાઈન નાખવા અંગે રૂા.64,63,319 મંજૂર કરાયા છે.વોર્ડ નં.18 માં આવેલ કોઠારીયાના ગામતળ વિસ્તારમાં મેટલીંગ કરવાના કામ અંગે રૂા.61,29, 022 મંજૂર કરાયા છે.પુર્વ ઝોન તેમજ મધ્ય ઝોન હેઠળના આઉટડોર લાઈટીંગના કામો માટે દ્વિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટના કામ અંગે રૂા.11,90,850 સહિતની દરખાસ્તો આજની મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here