માણાવદરમાં વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થતા પી.એસ.આઇ. ચેતક બારોટનું કરાયું જાહેર સન્માન

માણાવદરમાં વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થતા પી.એસ.આઇ. ચેતક બારોટનું કરાયું જાહેર સન્માન
માણાવદરમાં વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થતા પી.એસ.આઇ. ચેતક બારોટનું કરાયું જાહેર સન્માન
માણાવદરમાં નવા પીએસઆઇ તરીકે ચેતક બારોટની નિમણૂક થતા લોકોએ તેમને ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરતા આ અધિકારીએ તાકીદથી પોલીસ સ્ટેશનથી લઈને પોસ્ટ ઓફિસ સુધી કે જ્યાં 24 કલાક લોકોનો જામ રહે છે .

Visit Saurashtra Kranti Homepage here

ટ્રાફિક સમસ્યાનો મોટો પ્રશ્ન રહે છે તેને દૂર કરી રસ્તો ખુલ્લો કરી દેતા પીએસઆઇ પર લોકોનો આનંદ વરસવા લાગ્યો છે. આ સંદર્ભે પોલીસ અધિકારી ચેતક બારોટનું લોકગાયક લખમણભાઇ રબારી દ્વારા શાલ ઓઢાડી તથા મોમેન્ટ આપીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.શાકમાર્કેટ વાળા રસ્તે પ્રાથમિક શાળા હવેલી પોસ્ટ ઓફિસ મામલતદાર કચેરી અને શાકમાર્કેટ આવ્યું હોવાથી અહીં બારે બાર મહિના લોકોની ભીડ રહે છે અને ટ્રાફિક સમસ્યા માથું ઊંચકે છે આ અધિકારીએ રસ્તો ખુલ્લો કરાવી દેતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે. માણાવદર શહેરમાં વર્ષોના વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ ઉઠ્યા હતા. લોકોની વારંવાર રજૂઆતો છતાં અહીં નિમણૂક પામતા કોઈ પોલીસ અધિકારીએ ટ્રાફિક સમસ્યા નિવારવા વિધ્યાત્મક વલણ અપનાવ્યું ન હતું લોકો મજબૂર થઈને બેસી રહ્યા હતા લોકોની કોઈ વાત સરકારે પણ સાંભળી ન હતી. મુખ્યમંત્રીને પણ આ અંગેની રજૂઆત કરી હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here