જુની જંત્રીના દરની ડેડલાઇન જેમ-જેમ નજીક આવતા જ વધ્‍યા રજીસ્‍ટ્રેશન : રોજના ૬૦૦૦ની નોંધણી

જુની જંત્રીના દરની ડેડલાઇન જેમ-જેમ નજીક આવતા જ વધ્‍યા રજીસ્‍ટ્રેશન : રોજના ૬૦૦૦ની નોંધણી
જુની જંત્રીના દરની ડેડલાઇન જેમ-જેમ નજીક આવતા જ વધ્‍યા રજીસ્‍ટ્રેશન : રોજના ૬૦૦૦ની નોંધણી
જુની જંત્રીના દરની ડેડલાઇન જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વેચાણ કરારોના રજીસ્‍ટ્રેશનો વધતા જાય છે, અત્‍યારે રોજના લગભગ ૬૦૦૦ રજીસ્‍ટ્રેશનની સરેરાશ જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયભરમાં નવી જંત્રીના દરો ૧૫મી એપ્રિલથી અમલમાં આવ્‍યા હતા. જો કે ૧૫ એપ્રિલ અથવા તે પહેલા જેમણે સ્‍ટેમ્‍પ ખરીદી લીધા હોય તેમને ૪ મહિનાનો સમય આપવામાં આવ્‍યો હતો અને તે સમય ૧૫ ઓગષ્‍ટે પુરો થઇ રહ્યો છે.સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ્‍સ એન્‍ડ ઇન્‍સ્‍પેકટર જનરલ ઓફ રજીસ્‍ટ્રેશન જેનુ દિવાને કહ્યું કે રોજના લગભગ ૬૦૦૦ ટ્રાન્‍જેકશનો થઇ રહ્યા છે અને ટોકન ઇસ્‍યુ કરવાનું પણ વધી ગયું છે.તેમણે કહ્યું, ‘સેલ ડીડ રજીસ્‍ટર્ડ કરવાની ડેડલાઇન હવે આવી પહોંચી છે અને અમે સ્‍લોટ વધારી દીધા છે જેથી લોકો પોતાના બાકી રહેલા રજીસ્‍ટ્રેશનો કમ્‍પલીટ કરી શકે. નવા જંત્રી દરો અમલમાં આવ્‍યા તે પહેલા રોજના લગભગ ૪૫૦૦ રજીસ્‍ટ્રેશનો થતા હતા. અત્‍યારે રોજના ૬૦૦૦ રજીસ્‍ટ્રેશનો થાય છે.દિવાને વધુમાં કહ્યું કે નવા જંત્રી દરે પણ નોંધપાત્ર રજીસ્‍ટ્રેશનો થઇ રહ્યા છે.

Read About Weather here

ક્રેડાઇ અમદાવાદના પ્રમુખ તેજસ જોષીએ કહ્યું, જેમણે ૧૫ એપ્રિલ સુધીમાં સ્‍ટેમ્‍પ ડયુટી ચૂકવી દીધી હોય તેમને પ્રોપર્ટી સેલ ડીડનું રજીસ્‍ટ્રેશન કરવા માટે ૧૨૦ દિવસ આપવાનો સરકારનો નિર્ણય ઘણા લોકો માટે રાહતરૂપ બન્‍યો છે. આવી મોટા ભાગની સંપતિઓના રજીસ્‍ટ્રેશન થઇ ચૂકયું છે અને ડેડલાઇન પુરી થવાના થોડા દિવસ અગાઉ એવી દોડાદોડી નહીં થાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here