દ્વારકામાં મોટી દુર્ઘટના:નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મીઓ દાઝ્યા:બે કર્મચારીની હાલત ગંભીર 

દ્વારકામાં મોટી દુર્ઘટના:નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મીઓ દાઝ્યા:બે કર્મચારીની હાલત ગંભીર 
દ્વારકામાં મોટી દુર્ઘટના:નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મીઓ દાઝ્યા:બે કર્મચારીની હાલત ગંભીર 
દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીમાં પાઇપલાઈનમાંથી ગરમ પાણી ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10 કર્મચારીઓ દાઝી જતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યાં બે કર્મચારીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  પાઈપલાઈનમાંથી પાણી ઉડતા દાઝી ગયેલા કર્મચારીઓની રાજકોટ અને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ 10 કર્મચારીઓ પૈકી 2 કર્મચારીઓની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો કંપનીમાં આ બનાવ કેવી રીતે બન્યો તેનું કારણ શોધવા તપાસ ચાલી રહી છે. ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીના ARC પ્લાન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતાં કર્મચારીઓ અને શ્રમિકો લાઈન રીપેર કરી રહ્યા હતા. આ વેળાએ ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર અને ગરમ પાણીનો ધોધ છુટ્યો હતો. જેના કારણે નાયરા રિફાઇનરીમાં કામ કરતા કર્મચારીઓ ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here